________________
પ૬
વંદનીય હૃદયસ્પર્શ પંડિતજીએ પોતાની યુવાનીના એ દિવસોમાં લેખનપ્રવૃત્તિ ઉપરાંત “માનસ ચિકિત્સક” તરીકે કારકિર્દી ચાલુ કરી હતી. પરંતુ એ દિવસોમાં એવો વ્યવસાય બહુ ચાલે તેવો નહોતો. એટલે એ છોડી દઈને પંડિતજીએ લેખનને જ પોતાનો, પૂરા સમયનો, વ્યવસાય બનાવ્યો હતો. વચમાં કેટલોક વખત જૈન સાહિત્ય વિકાસ મંડળમાં તેમણે કામ કર્યું, પણ પછીથી તો એમણે પોતાની લેખનપ્રવૃત્તિને સ્વતંત્ર વ્યવસાય તરીકે સારી રીતે વિકસાવી હતી.
પંડિતજી સાથેનો મારો સંપર્ક આ રીતે લગભગ સાડાચાર દાયકાનો હતો. પંડિતજી પ્રવાસના ખૂબ શોખીન હતા. એમની આયોજનની શક્તિ પણ ઘણી સારી હતી. ઘણાં વર્ષો પહેલાં કલ્યાણ પાસે રાયતા નામના સ્થળે એમણે ચીમન છાત્ર મંડળના સભ્યો માટે પર્યટનનું આયોજન કર્યું હતું. ત્યારે વ્યવસ્થિત પર્યટન કેટલું ઉત્તમ અને આનંદપ્રદ હોઈ શકે તેની પ્રતીતિ થઈ હતી.
પંડિતજીએ પોતાનાં કેટલાંય પુસ્તકોના ઉદ્ઘાટનના સમારંભોનું આયોજન પોતે જ કર્યું હતું. ગણિત વિદ્યાના, શતાવધાનના અને અન્ય પ્રકારના કાર્યક્રમો એમણે મુંબઈમાં અને અન્યત્ર વારંવાર યોજ્યા હતા. એમાં એમની સૂઝ, ચપળતા, દીર્ધદષ્ટિ અને વ્યવસ્થાશક્તિનાં દર્શન થતાં, વિવિધ ક્ષેત્રના જૈન-જૈનેતર મહાનુભાવો સાથે એમનો અંગત સંપર્ક કેટલો ગાઢ હતો તેની ત્યારે ખાતરી થતી.
પંડિતજીની અવધાન-શક્તિ આશ્ચર્યચકિત કરી નાખે એવી હતી. સો અવધાનના પ્રયોગ એમણે ઘણી વાર કર્યા હતા. કેટલાક સાધુઓ અને ગૃહસ્થોને એમણે આ પ્રકારની અવધાન-શક્તિની તાલીમ આપી હતી. પંડિતજીની ગણિતશક્તિ પણ અભુત હતી. જાદુકલામાં પણ તેઓ નિષ્ણાત હતા. પોતાનાં પુસ્તકોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રોતાઓને આકર્ષવા આવા પ્રયોગોના કાર્યક્રમો પણ તેઓ ક્યારેક રાખતા.
પંડિતજીનાં પુસ્તકોમાં પૂ. શ્રી તત્ત્વાનંદવિજયજી મહારાજ સાથે તૈયાર કરેલા “પ્રતિક્રમણ પ્રબોધ ટીકા” નામના ત્રણ ભાગમાં પ્રગટ થયેલા એમના પુસ્તકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. એની તોલે આવે એવું પ્રતિક્રમણ વિશેનું પુસ્તક ગુજરાતીમાં હજુ સુધી કોઈ પ્રગટ થયું નથી. નમસ્કાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષિમંડલ સ્તોત્ર, ઉવસગ્ગહર સ્તોત્ર, લોગસ્સ સૂત્ર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org