________________
૩૭૪
વંદનીય હૃદયસ્પર્શ તૈયાર કરીને ઘર ધોળતાં, દળતાં, સાઈકલ ચલાવતાં, પાણીમાં તરતાં, સાંધતાં–સીવતાં વગેરે ઘણું બધું શીખવ્યું. માનભાઈને નાનાભાઈ ભટ્ટના દક્ષિણામૂર્તિમાં છાત્રાવાસમાં દાખલ કરેલા, પણ ભણવામાં માનભાઈને બહુ રસ પડ્યો નહોતો.
માનભાઈએ કિશોરાવસ્થામાં જ પોતાના પિતા પણ ગુમાવ્યા. હવે કપરા દિવસો આવ્યા. આજીવિકા રળવા માટે ફાંફાં માર્યા. ઘણા અનુભવો થયા. છેવટે સોળ વર્ષની વયે ભાવનગરના બંદરમાં વિલાયતી કોલસાના ટુકડા કરવાની મજૂરી સ્વીકારી. ત્યાં પોતાનાં કામ અને નિષ્ઠાથી પ્રભાવિત થયેલા અંગ્રેજ અમલદાર જહૉનસન સાહેબની મહેરબાનીથી માનભાઈને ફોરમેનની પાયરી સુધી બઢતી મળી હતી. અહીં ગોદી કામદારોની વચ્ચે કામ કરતાં કરતાં સૌનો પ્રેમ જીતી, તેમના નેતા બની માનભાઈએ ત્યાં આનંદ મંગળ મંડળની સ્થાપના કરેલી અને એના ઉપક્રમે કામદારોના ઉત્કર્ષ માટે ભાતભાતની પ્રવૃત્તિઓ આદરી હતી. એમાં ખાટામીઠા કે કડવા ઘણા અનુભવો એમને થયા હતા. કેટલાંયે સાહસિક કામો એમણે હિંમત અને સૂઝથી કર્યા હતાં.
માનભાઈનું કૌટુંબિક જીવન ભાતીગળ હતું. બાળલગ્નના એ જમાનામાં એમનાં લગ્ન બાળવયે થયાં હતાં. પત્ની મોટી થતાં ઘરે રહેવા આવી, પણ થોડા વખતમાં એનું અવસાન થયું. ત્યારપછી દાદાના આગ્રહથી, દાદાએ પસંદ કરેલી કન્યા સાથે માનભાઈનાં બીજાં લગ્ન થયાં. એમનાં આ બીજાં પત્નીનું નામ હીરાબહેન. માનભાઈ ગોદીમાં મજૂરી કરે અને ફાજલ સમયમાં જાહેર પ્રવૃત્તિઓ કરે. એમના ટૂંકા પગારમાં હીરાબહેને ઘર સારી રીતે સંભાળી લીધું. બધાં સંતાનોને સારી રીતે ઉછેર્યા. દામ્પત્યજીવનની શરૂઆતના દિવસોમાં તો કુટુંબનું ભરણપોષણ પૂરું કરવા માટે હીરાબહેન પરચૂરણ કામો કરતાં, હાથે બનાવેલી વસ્તુઓ વેચતાં. માનભાઈ અને હીરાબહેન બંનેની પ્રકૃતિ નિરાળી, વિચારો નિરાળા, છતાં બંનેનું દામ્પત્યજીવન સહકારભર્યું પ્રસન્ન હતું. એમનાં સંતાનોએ બાલ્યકાળમાં કઠિન દિવસો જોયેલા, પણ પછી ઘણી સારી પ્રગતિ કરી હતી. એમનાં એક દીકરી ચિદાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ સંન્યાસિની બન્યાં છે.
માનભાઈએ ત્રણેક દાયકા બંદરમાં કામ કર્યું. પછી જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org