________________
સ્વ. માનભાઈ ભટ્ટ
૩૭૫ સ્વમાનભંગનો પ્રશ્ન આવ્યો ત્યારે બંદરની નોકરીમાંથી નિવૃત્તિ સ્વીકારી લીધી, પેન્શન પણ લીધું નહિ. ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે એમાં પણ સક્રિય ભાગ લીધો અને સૌના માનીતા બન્યા હતા.
ભાવનગરમાં સરદાર પૃથ્વીસિંહ અને બીજાઓની સાથે મળીને નાનાં નાનાં બાળકોને વ્યાયામ, રમતગમતો ઈત્યાદિ શીખવતાં માનભાઈને લાગેલું કે એમને માટે સ્વતંત્ર ક્રીડાંગણ હોય તો એમનો સમય વધુ આનંદમાં પસાર થાય અને એમનો વિકાસ સારી રીતે થાય. એમને એ માટે પ્રેમશંકરભાઈનો સહકાર મળ્યો. ક્રીડાંગણ માટે નામ વિચાર્યું “શિશુવિહાર'. “શિશુવિહાર' એ માનભાઈની કલ્પનાનું સર્જન. આઝાદી પૂર્વે, ૧૯૩૯માં વિપરીત સંજોગોમાં, અનેક અડચણો વચ્ચે જમનાકુંડ નામની આશરે ચાલીસ ફૂટ ઊંડી અને બસો ફૂટ પહોળી, ખાડાવાળી પડતર જગ્યા ભાવનગર રાજ્ય પાસેથી મેળવીને માનભાઈ અને એમના મંડળના સાથીદાર મિત્રોએ જાતે ખોદકામ અને મહેનત કરી, પુરાણ કરી જગ્યા સમથળ બનાવી, હિંડોળા, લપસણું, સીડી વગેરે ક્રમે ક્રમે વસાવીને વિકસાવેલી સંસ્થા એટલે શિશુવિહાર, બાળકો માટેનું નિબંધ ક્રીડાંગણ, રાજય તરફથી વધુ જગ્યા મળતાં શિશુવિહારનો વિકાસ થયો. વધુ હીંચકા, વધુ લપસણાં, રમતગમતનાં સાધનો, અખાડો, પુસ્તકાલય, સંગીત વર્ગ, ચિત્રકલાના વર્ગો, સીવણ-ભરતગૂંથણ, નાટક, રાસ, ગરબા, સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડ, ટેકનિકલ તાલીમ, એમ શિશુવિહારમાં ઉત્તરોત્તર પ્રવૃત્તિઓનો વિકાસ થતો ગયો.
માનભાઈના આ ક્રીડાંગણ પછી એમની જ પ્રેરણા અને એમના જ માર્ગદર્શનથી ભારતમાં ઘણે સ્થળે ક્રીડાંગણોની રચના થઈ છે. એમણે ક્રીડાંગણનું જાણે કે એક શાસ્ત્ર વિકસાવ્યું અને એની માહિતી માટે પુસ્તિકા પણ તૈયાર કરીને છપાવી છે.
માનભાઈ શરીરે ખડતલ અને મજૂર તરીકે કામ કરેલું એટલે કોઈ પણ કામ કરતાં એમને આવડે અને કોઈ પણ પ્રકારનું કામ કરતાં એમને શરમસંકોચ નડે નહિ. ક્ષોભે એમના જીવનમાં ક્યારેય સ્થાન મેળવ્યું નથી. એમની નૈતિક હિમત ઘણી મોટી. પોતે તદ્દન નિઃસ્વાર્થ, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, પરગજુ અને સમાજકલ્યાણના હિમાયતી. એટલે કોઈની શરમ રાખે નહિ. બેધડક સાચી વાત કહી શકે. એમની ધાક પણ મોટી. પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org