SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ વંદનીય હૃદયસ્પર્શ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ હળ્યામળ્યા હતા. કૉલેજમાંથી ભણી ગયેલા કોઈ ગુજરાતી વિદ્યાર્થીના લગ્નની કંકોતરી મળી હોય તો ફાધર મને કોઈક વખત સાથે આવવા માટે પણ કહેતા, કારણ કે એ વિદ્યાર્થી સિવાય અન્ય કોઈને ફાધર ઓળખતા ન હોય. ફાધર બાલાગેર સ્વતંત્રતા પૂર્વે બ્રિટિશ રાજયના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. તેઓ સ્પેનના વતની હતા. તેઓ ગોરા હતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતના બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં ગોરા-કાળા વચ્ચેનો કોઈ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી હળીમળી જતા. ફાધર બાલાગેરે પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી કેટલોક સમય ફાધર રેક્ટર તરીકે કામ કર્યું. ત્યાર પછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું તે ૧૯૬૪માં મુંબઈમાં મળેલા ૩૮માં આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કોંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ધદષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની, દેશ-વિદેશના હજારો મહેમાનોને સુંદર પ્રતીતિ થઈ. કોઈ પણ વ્યક્તિ એમને સહેલાઈથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતો, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. એવી જ રીતે ૧૯૬૯માં “ચર્ચ ઇન ઇન્ડિયા' નામના સેમિનાર વખતે પણ એમણે એવું જ સરસ કામ કર્યું હતું. ફાધર બાલાગેરે પોતે મુંબઈમાં હતા ત્યાં સુધી સક્રિય પણ વિવિધ પ્રકારની જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ૧૯૭૨માં એમની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં ‘અમૃતવાણી' નામનું કોમ્યુનિકેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧૯૯૦માં તેઓ ઉંમર તથા તબિયતને કારણે એમાંથી નિવૃત્ત થયા. ફાધર બાલાગેર ભારતમાં આવ્યા ત્યારથી જીવનના અંત સુધી તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy