SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતનગ્રંથની વિદાય તેજસ્વી ધર્મનિષ્ઠા, ઉત્કૃષ્ટ આભિજાત્ય અને જિજ્ઞાસાપૂર્ણ સાહસવૃત્તિને પરિણામે મુરબ્બી રમણભાઈના જીવનમાં ગહન તત્ત્વચિંતન, સ્પષ્ટ જીવનશૈલી અને અદમ્ય પ્રવાસશોખ જોવા મળ્યા. એમના અવસાનથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના સર્જક અને જૈનદર્શનના અભ્યાસીની ખોટ પડી છે, પરંતુ મને અંગત રીતે એમનો એટલો બધો સ્નેહ સાંપડ્યો કે પરિવારના વડીલજન ગુમાવ્યા હોય તેવો ખાલીપો અનુભવાય છે. જીવનના પ્રારંભે પાદરામાં કપરી આર્થિક પરિસ્થિતિ વચ્ચે રહીને રમણભાઈએ ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો. એમના પિતા ચીમનભાઈને મુંબઈની સ્વદેશી માર્કેટમાં નોકરી મળી, આથી પાંચમા ધોરણના અભ્યાસ માટે રમણભાઈને મુંબઈ આવવું પડ્યું. મુંબઈની ખેતવાડીની ચાલીમાં એક નાનકડી ઓરડીમાં ચીમનભાઈનો દસ સભ્યોનો પરિવાર રહેતો હતો. સ્વદેશી માર્કેટની બંધિયાર હવા અને પંદરથી અઢાર કલાકની નોકરીને કારણે રમણભાઈના પિતા ચીમનભાઈને ત્રણેક વર્ષમાં દમનો વ્યાધિ લાગુ પડ્યો અને નોકરી છોડવી પડી. આર્થિક વિટંબણાને કારણે ચીમનભાઈના મોટા બે દીકરા વીરચંદભાઈ અને જયંતિભાઈને નિશાળના અભ્યાસને તિલાંજલિ આપીને નોકરી કરવી પડી. ઘણી મુસીબતે કુટુંબનો નિર્વાહ થતો હતો, પરંતુ ખંત, ચીવટ, પ્રમાણિકતા, ધર્મશ્રદ્ધા વગેરેને કારણે કુટુંબ ધીરે ધીરે પગભર થતું ગયું. ચીમનભાઈના બીજા પુત્રોએ વેપાર શરૂ કર્યો, ત્યારે રમણભાઈએ વેપાર-ધંધામાં જોડાવાની સારી તક હોવા છતાં શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં ગતિ કરવાનું પસંદ કર્યું. તારાબહેનના પિતા દીપચંદભાઈની સાહિત્યપ્રીતિને કારણે રમણભાઈની એ ક્ષેત્રની કામગીરીને બળ મળ્યું. ગુજરાતી સાહિત્યને યશસ્વી પ્રવાસગ્રંથો આપનાર રમણભાઈને અભ્યાસકાળ દરમ્યાન ભૂગોળ બહુ ગમતી હતી. એમને મળીએ ત્યારે કોઈ નવા દેશના પ્રવાસની વાતો એમની પાસેથી સાંભળવા મળે. ક્યાંય પ્રવાસે જાય તે પૂર્વે એની સઘળી વિગતો મેળવી લે. સુંદર આયોજન કરે અને પ્રવાસ કરતા જાય તેમ ડાયરીમાં નોંધ ટપકાવતા જાય. તીવ્ર યાદશક્તિને કારણે તેઓ વર્ષો પછી પણ એ ટાંચણને આધારે પ્રવાસકથા લખી શકતા. “પાસપૉર્ટની પાંખે'ના ત્રણ ભાગ તથા ! ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઉત્તરધ્રુવની શોધસફરના એમના પ્રવાસગ્રંથો ગુજરાતી પ્રવાસસાહિત્યની અનુપમ સમૃદ્ધિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy