________________
મારાં માતુશ્રી સ્વ. રેવાબા
૪૮૭
કર્યું. બાપુજીને હવે બધાંને લઈને અમદાવાદ જવાનું ફાવ્યું નહિ. એટલે એ નોકરી છોડી દીધી. પણ બીજી નોકરી મળતાં વખત લાગ્યો. એમ દિવસો પસા૨ થયા અને ઘ૨માં તકલીફ વધવા લાગી. દસ સભ્યોના કુટુંબનો નિભાવ કરવાનું બહુ કપરું બની ગયું હતું.
બાના ધૈર્યનો જ્યારે વિચાર કરું છું ત્યારે એક પ્રસંગ તરત નજર સામે તરવરે છે. ત્યારે મારી ઉંમર તેર વર્ષની હશે. એ કપરા દિવસોમાં સૌથી મોટા ભાઈ કાપડની મારકેટમાં મહિને દસ રૂપિયાના પગારની નોકરી કરે. બીજા નંબરના ભાઈ અમદાવાદ નોકરી કરવા ગયેલા. પિતાજી સ્વદેશી મારકેટમાં મહિને ચાલીસ રૂપિયાના પગારે નોકરી કરે. અમે ચાર ભાઈબહેન સ્કૂલમાં ભણીએ. બીજાં બે નાનાં હતાં.
આટલી આવકમાંથી ઘરનું ગુજરાન થતું નહોતું. થોડું દેવું પણ થઈ ગયેલું. એવામાં પિતાજીની નોકરી છૂટી ગઈ. તેઓ નિરાશ થઈ ગયા. પછી રોજ બજારમાં નોકરી માટે આંટો મારીને આવે પણ કોઈ નોકરી મળે નહિ. એમ કરતાં બે મહિના થઈ ગયા.
એક દિવસ બપોરે બાપુજી બજારમાંથી આવી નિરાશ થઈ આરામખુરશીમાં બેઠા હતા ત્યારે હું ઘરમાં એક બાજુ બેસી લેશન કરતો હતો. બાપુજીને જોઈ બાએ પૂછ્યું, ‘કેમ આમ સૂનમૂન બેઠા છો ?' બાપુજીએ કહ્યું, કોઈ નોકરી મળતી નથી એટલે ચિંતા થાય છે કે ઘરનું પૂરું કેવી રીતે કરીશું ? માથે દેવું પણ થયું છે.’ બાએ કહ્યું, ‘ભગવાન કસોટી કરે છે, પણ બધું સારું થઈ જશે.' દરમિયાન બાના મનમાં પણ કંઈક મનોમંથન ચાલ્યું હશે. પછી એમણે પોતાનો ટૂંક ખોલી (ત્યારે ઘરમાં કબાટ નહોતાં) એક ડબ્બી કાઢી અને એમાંથી સોનાની બે બંગડી કાઢી બાપુજીના હાથમાં મૂકતાં બોલ્યાં, ‘આ હવે વેચી આવો !' બંગડી સામે બાપુજી જોઈ રહ્યા અને પછી થોડી વારે બોલ્યા, ‘આ કેમ વેચાય ? આ તો તારા પિયરની છે. પછી કોઈ લગન પ્રસંગે શું પહેરીશ ?’ બાએ કહ્યું, ‘પિયરની ભલે હોય, હવે વેચી દેવી જોઈએ. લગન પ્રસંગે, હું કચકડાની બંગડી પહેરીશ. મને શરમ નહિ લાગે.’ બાએ ધૈર્યથી બાપુજીને કહ્યું, પણ બાપુજી અસ્વસ્થ થઈ ગયા. એમની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં.
બાએ ફરીથી કહ્યું, ‘તમે મન મક્કમ કરીને વેચી આવો, હું કહું છું ને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org