________________
૪૮૬
વંદનીય હૃદયસ્પર્શ મુંબઈમાં આવતાં બાપુજીએ અમને એક ખાસ સૂચના આપી. અમારા પ્રદેશમાં માને નામથી બોલાવવાનો રિવાજ હતો. એટલે અમે બધાં “રેવા કહેતા. મુંબઈમાં બાપુજીએ કહ્યું કે હવે “રેવા' નહિ કહેવાનું, “બા” કહેવાનું. રસ્તામાં તમે રેવા કહીને વાત કરતાં હોતો ફાલતુ માણસો પણ નામ જાણી જાય. પછી તેઓ નામની બૂમ પાડી સંતાઈ જાય. અહીં મવાલીઓ પણ ઘણા હોય છે. એટલે અમે બધાંએ “બા” કહેવાનું ચાલુ કર્યું.
મુંબઈ આવીને બા બહુ રાજી થયાં. તેમણે કહ્યું, પાદરા કરતાં અહીં ઓછી મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઈમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા કૂવામાંથી પાણી ખેંચતાં દમ નીકળી જતો. કૂવેથી પાણી ભરી લાવવાનું કામ ઓડ અને પાદરામાં બહુ વર્ષો કર્યું છે, એટલે મુંબઈમાં ઘરમાં નળ એ તો અમારે મન સાહ્યબી કહેવાય. વળી પાદરામાં લાકડાં મૂકી, ફૂંક મારી ચૂલો સળગાવવો પડતો. અહીં સગડી અને પ્રાયમસ સળગાવવામાં કેટલી રાહત છે ! (પછીથી ઘરમાં ગેસ આવ્યો ત્યારે તો બા બહુ રાજી થઈ હતી.)
એ દિવસોમાં ઘાટી મહિને એક રૂપિયામાં વાસણ માંજતો અને એક રૂપિયામાં કપડાં ધોતો. પણ એટલા પૈસા બચાવવા બા હાથે વાસણ માંજતાં અને કપડાં ધોતાં. બામાં ખડતલપણું હતું એટલે સવારથી રાત સુધી દસ માણસની રસોઈ કરવી, બધાંને જમાડવાં, વાસણ માંજવાં, કપડાં ધોવાં વગેરેમાં જરા પણ થાક લાગતો નહિ. આટલાં કામ વચ્ચે પણ દેવદર્શન, સામાયિક વગેરે ચૂકતાં નહિ.
બા હાથે કામ કરતાં છતાં આખા મકાનમાં બા માટે સૌને માન હતું. મકાનની સર્વ સ્ત્રીઓ બાને “માસીબા' કહીને બોલાવતી. નાનાં છોકરાંઓમાં પણ બા બહુ પ્રિય હતાં. બાનો કાયમ નિયમ હતો કે દર શુક્રવારે મકાનનાં બધાં છોકરાંને વાટકી ભરીને ચણા આપવા. એ મકાન અમે છોડ્યું ત્યાં સુધી આ નિયમ ચાલુ રહ્યો હતો. બાની એવી પ્રતિષ્ઠા હતી કે પડોશી-પડોશી વચ્ચે ઝઘડો થાય ત્યારે લવાદ તરીકે બાની નિમણૂક થતી. તેઓ પોતાની કોઠાસૂઝથી એવો ઉકેલ બતાવતાં જે બંને પક્ષને રાજીખુશીથી માન્ય હોય.
બે વર્ષ કામ કરી “આર્ય નૈતિક' નાટક કંપનીએ અમદાવાદ જવાનું નક્કી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org