________________
મારાં માતુશ્રી સ્વ. રેવાબા
૪૮૫ અને લાલ થયેલી પેનથી પાટીમાં લખતા. આવાં રમકડાં બનાવતાં એક વખત કેટલાંક છોકરાંઓને આંગળીએ ગૂમડાં થવા લાગ્યાં. મને પણ થયાં. એ પાકે એટલે એમાંથી રસી નીકળતી. એ ચેપી રસીથી આજુબાજુની આંગળીઓને ચેપ લાગતો, પણ મટી જતું. એક વખત મને એ રીતે દસ આંગળીએ ચેપ લાગ્યો. હવે હાથથી ખવાય નહિ. બા ખવડાવે અથવા ચમચાથી ખાઉં. આ વખતે જલદી મટ્યું નહિ એટલે બા ચિંતાતુર થઈ. એવામાં પાસેના પડોશી જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી. વૈદે કહ્યું ચેપ ઘણો વધી ગયો છે એટલે હવે બરાબર ઉપચાર નહિ કરો તો આંગળીઓ કપાવવી પડશે. હવે ચાલુ મલમપટ્ટીથી નહિ મટે. એ વખતે એમણે ઉપચાર બતાવ્યો. લોઢાના ચેલિયામાં ગંધક, પારો અને કણજીનું તેલ ભેળવીને બરાબર લસોટવું. એવી રીતે જે મલમ થાય એ બધી આંગળીએ લગાડી પાટો બાંધી લેવો. વૈદે બતાવેલા આ ઉપચારથી થોડા દિવસમાં આંગળીઓમાં રૂઝ આવી ગઈ. અને એમ કરતાં સદંતર મટી ગયું. આટલે વર્ષે પણ એ ઘટના અને ઉપચાર મને યાદ છે.
બાને રોજ સવારે નાહીને દેરાસર દર્શન-પૂજાનો નિયમ હતો. શ્રીમંત હતા ત્યારે વસાવેલી ચાંદીની ડબ્બીમાં ચોખા વગેરે ભરીને લઈ જાય. પાછા ફરતાં તેઓ રોજ પાસેની શેરી નવઘરમાં આવેલા માણિભદ્રના સ્થાનકમાં જઈ દીવો કરી પગે લાગતાં. તેમને મણિભદ્ર દેવમાં ઘણી શ્રદ્ધા હતી. હું શાળામાં ભણતો થયો ત્યારે એમણે મને રોજ માણિભદ્રના સ્થાનકે જઈ દીવો કરવાની ટેવ પાડી હતી. (નવઘરીમાં આ જૂનું સ્થાનક હવે રહ્યું નથી. દેરાસરમાં નવું સ્થાનક થયું છે.)
પિતાશ્રી માટે પાદરામાં ગુજરાન ચલાવવાનું પછી વધુ કઠિન બન્યું હતું. તેઓ નામું લખવામાં બહુ હોશિયાર હતા અને એમના અક્ષર પણ મરોડદાર હતા. એવામાં વડોદરામાં “આર્યનૈતિક નાટક સમાજ' નામની નાટક કંપનીમાં એક મિત્રની ભલામણથી નામું લખવાની નોકરી મળી ગઈ. એક મહિના પછી તે નાટક કંપની મુંબઈ ગઈ એટલે પિતાજીને મુંબઈ જવું પડ્યું. નાટક કંપની ત્યાં બે વર્ષ રોકાવાની હતી એટલે પિતાજી મુંબઈમાં વ્યવસ્થા કરી અમને તેડવા આવ્યા. અમારું કુટુંબ ૧૯૩૭માં મુંબઈમાં આવીને વસ્યું. ખેતવાડી વિસ્તારમાં એક ચાલીમાં એક રૂમ પિતાશ્રીએ ભાડે રાખી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org