________________
૪૩
સાધુચરિત સ્વ. ચી. ના. પટેલ
સાધુચરિત પ્રોફેસર, શેક્સપિયરનાં નાટકો અને આંગ્લ સાહિત્યના પ્રખર અભ્યાસી અને મર્મજ્ઞ વિવેચક, ગાંધીસાહિત્યના પણ ઊંડા અભ્યાસી, તેજસ્વી લેખક, સંપાદક પ્રો. ચીમનભાઈ નારણદાસ પટેલ(ચી. ના. પટેલ)નું ૮૬ વર્ષની વયે અમદાવાદમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ અવસાન થયું. તેઓ જીવનનાં પાછલાં વર્ષોમાં એટલા બધા ગાંધીજીમય થઈ ગયા હતા કે જાણે કે પોતાના અવસાન માટે ગાંધીજીના સ્વર્ગારોહણની તારીખની રાહ જોતા ન હોય ! અને ૩૦મી જાન્યુઆરી આવતાં એમણે સંકલ્પપૂર્વક દેહ છોડ્યો હોય એમ લાગે છે.
સ્વ. ચી. ના. પટેલ(ત્યારે સી. એન. પટેલ)નું નામ મેં વર્ષો પહેલાં સાંભળ્યું હતું. ઈ.સ. ૧૯૫૫-૫૬ના વર્ષમાં હું મુંબઈની ઝેવિયર્સ કૉલેજ તરફથી અમદાવાદમાં નવી થતી ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એક વર્ષ માટે સેવા આપવા ગયો હતો ત્યારે મારું રહેવાનું અમારા એક વડીલના ઘરે ગોઠવાયું હતું. એમનાં દીકરી વસુબહેન (હાલ ઍડવોકેટ) ત્યારે ગુજરાત કૉલેજમાં એમ.એ.નો અભ્યાસ કરી રહ્યાં હતાં. એમના સહાધ્યાયી મિત્ર શ્રી વિનોદભાઈ ત્રિવેદી પણ અમને મળવા આવતા. તે વખતે પટેલ સાહેબ એમને ઇંગ્લિશ ભાષા-સાહિત્ય વિશે ભણાવતા. વસુબહેન અને વિનોદભાઈ હમેશાં પ્રો. ફીરોઝ દાવ૨સાહેબનાં વ્યાખ્યાનો ઉપરાંત પટેલ સાહેબનાં વ્યાખ્યાનોની પણ ભારોભાર પ્રશંસા કરતાં. ત્યારે પટેલ સાહેબ પ્રો. સી. એન. પટેલ તરીકે વધુ જાણીતા હતા. પટેલ સાહેબનું નામ ત્યારે મેં પહેલી વાર સાંભળેલું અને મળવાનું નહોતું થયું તો પણ એમના પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો.
જ્યારે તેઓ ગુજરાત કૉલેજમાં ઇંગ્લિશ ભાષા-સાહિત્યનો વિષય ભણાવતા ત્યારે તેઓ વિદ્યાર્થીઓ સાથે કે અન્ય અધ્યાપકો સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરતા. તેઓ ઇંગ્લિશ ભાષા પોતાની માતૃભાષાની જેમ બોલતા. એમના ઉચ્ચારો સ્પષ્ટ અને શુદ્ધ રહેતા. કોઈ સુશિક્ષિત અંગ્રેજ શિષ્ટ ઇંગ્લિશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org