________________
૪૧૧
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ કરતી કુ. ક્ષિતિજા પણ માતાની માંદગીના સમાચાર જાણીને ભારત આવી ગઈ હતી. તનસુખભાઈ આખો દિવસ વસંતબહેનની પથારી પાસે શાન્તિથી બેસતા અને પ્રાર્થના કરતા. વસંતબહેને શાન્તિથી દેહ છોડ્યો હતો.
તનસુખભાઈની દીકરી કુ. ક્ષિતિજાએ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેણે બ્રિટિશ કાઉન્સિલમાં નોકરી સ્વીકારી હતી. ત્યાર પછી તે ટ્રાવેલ કંપનીમાં જોડાઈ હતી. પરંતુ એનું મન અધ્યાત્મમાં લાગી જતાં તેણે નોકરી છોડી દીધી હતી. તે કહેતી કે મારે માટે મારાં માતાપિતા એ જ મારા ગુરુદ્વય હતાં. તે કહેતી કે પિતાજીની કેટલીક શિખામણો જીવનભર કામ લાગે એવી છે, જેમ કે ક્યારેય જૂઠું બોલવું નહિ, કોઈની ખુશામત કરવી નહિ, આત્મશ્લાઘા કરવી નહિ, અપેક્ષા રાખવી નહિ, કોઈ વ્યક્તિ કે ધર્મની નિંદા કરવી નહિ, કોઈ રાજદ્વારી પક્ષમાં જોડાવું નહિ ને પોતાના અંતરાત્માને અનુસરવું.”
મુંબઈની સિદ્ધાર્થ કૉલેજ એટલે મરાઠી બહુમતીવાળી કૉલેજ. એટલે ૧૯૫૯-૬૦માં જ્યારે મુંબઈ રાજયના વિભાજન માટેની અને “આમચી મુંબઈ માટેની ચળવળ ચાલેલી ત્યારે કેટલાક મરાઠી વિદ્યાર્થીઓ તનસુખભાઈને ગુજરાતી વિષયના અધ્યાપક હોવાને કારણે પજવતા હતા. તનસુખભાઈએ ક્ષમાભાવથી એ બધું સહન કરી લીધું હતું. પણ પછીથી એ પણ શાન્ત થઈ ગયું હતું.
૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ અને ૧૯૭૧માં તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા. એ પ્રસંગે ગુજરાતી વિભાગ તરફથી યોજાતા અધ્યાપક મિલનમાં અમે તનસુખભાઈ માટે નિવૃત્તિ-સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો.
તનસુખભાઈ કૉલેજમાંથી નિવૃત્ત થયા તે પછી એમણે અર્થપ્રાપ્તિ માટે બીજી કોઈ જવાબદારી લીધી નહિ. તેઓ નિવૃત્તિનો સમય ઘરમાં જ વાંચનલેખનમાં પસાર કરતા. હવે એમની પ્રકૃતિ પહેલાં જેવી મિલનસાર રહી નહોતી. બહુ જ ઓછા લોકોને તેઓ મળવા જતા અને બહુ ઓછા લોકો એમને મળવા આવતા. વસંતબહેન વ્યવહારમાં રહેતાં. પડોશીઓ સાથે પણ સારો સંબંધ રાખતો.
નિવૃત્તિ પછી તનસુખભાઈ કેટલીયે વાર પોતાના વિચારોમાં ખોવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org