________________
૪પ૯
મારા પિતાશ્રી
કુળ ગયું કાશી અને મા ગઈ નાશી,
પોપટ લાવ્યો બારૈયણ, એ વાત મોટી ખાસ્સી.” એવી રીતે બીજી એક ઘટનામાં એક ભાઈને ત્યાં લગ્નના જમણવાર પ્રસંગે રસોઈમાં એકાદ વાનગી ખૂટી પડી અને બુમરાણ મચી ગઈ. લોકો ગમે તેમ બોલવા લાગ્યા. એથી પેલા ભાઈ ચિડાઈ ગયા. લોકો આટલી નાની વાતમાં ટીકા કરવા મંડી ગયા, તો એ લોકો કંઈ ખવડાવવાને લાયક જ નથી. હવે ખવડાવીશું તો પણ ટીકા કરવાના છે અને નહિ ખવડાવીએ તો પણ ટીકા કરવાના છે એમ માનીને એમણે એમના દીકરા મંગળને હુકમ કર્યો કે રસોડાના ઓરડાને તાળું મારી દેએ પ્રસંગે ડાહ્યાકાકાએ લીટીઓ જોડી હતી :
આમે કાળું અને તેમે કાળું,
માર મંગળિયા ઓરડે તાળું.” આ ડાહ્યાકાકા પાસેથી બધાં છોકરાંઓને ઘણી કહેવતો જાણવા અને કંઠસ્થ કરવા મળી હતી. જૂના જમાનાની એ પ્રચલિત કહેવતો હતી, જેમ કે -
સરતે (નજર મેળવવાથી) કરડે કૂતરો, બિનસરતે કરડે વાઘ, વિશ્વાસે કરડે વાણિયો,
ચંપાયો કરડે નાગ.” લગભગ પાંચેક દાયકાથી ચાલતા આવા ધમધોકાર વેપારમાં ઈ.સ. ૧૯૨૦માં અચાનક પલટો આવ્યો. ઇટોલાનું જિન ત્યાંના વેપારી કાલિદાસ નારણભાઈનું હતું. એ જિનમાં અચાનક મોટી આગ લાગી અને એમાં અમૃતલાલ બાપાની માલિકીની રૂની બે હજાર ગાંસડી બળી ગઈ તથા બીજું ઘણું નુકસાન થયું. ભારે મોટી આઘાતજનક ઘટના બની. રૂના વેપારમાં વીમો ઉતરાવવો જ જોઈએ. પણ એ વીમો કાલિદાસ નારણભાઈના નામનો હતો. આશરે ત્રણ લાખ રૂપિયાનું નુકસાન એ વરસોમાં થયું. વીમા કંપની આટલો મોટો વીમો ચૂકવવા ઇચ્છતી નહોતી. ઘણા વાંધા પાડ્યા અને ઘણી તકલીફ પછી થોડીક રકમ કાલિદાસને ચૂકવી. કાલિદાસની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ હતી. એમની દાનત બગડી. વીમાની આવેલી રકમમાંથી એમણે એક રૂપિયો પણ આપ્યો નહિ. ધંધાની ખોટ અને સાથે સાથે વિશ્વાસઘાતનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org