________________
૩૩૫
કે. પી. શાહ આપીને પક્ષપલટો કરાવવામાં આવે છે. આ બધું જોતાં પોતે નક્કી કર્યું કે રાજકારણને હવે કાયમને માટે તિલાંજલિ આપવી. જો ઇન્દિરા ગાંધીને કે. પી. શાહે ભ્રષ્ટાચારમાં સહકાર આપ્યો હોત તો ગુજરાતમાં અને કેન્દ્રમાં તેઓ ઘણા મોટા સત્તાસ્થાને પહોંચી શક્યા હોત. પરંતુ એવી ખોટી રીતે મોટાં સત્તાસ્થાન મેળવવાની તેમણે લાલસા રાખી નહિ, એટલું જ નહિ પણ રાજકારણનું ક્ષેત્ર છોડ્યા પછી રાજકારણીનો સંપર્ક પણ છોડી દીધો.
શ્રી કે. પી. શાહમાં માનવતાનો ગુણ ઘણો મોટો હતો. પોતાના આંગણે આવેલા કોઈ પણ ગરીબ માણસની વાત તેઓ પૂરી શાંતિથી સાંભળતાં અને દરેકને યથાયોગ્ય મદદ કરવા માટે તત્પર રહેતા. શ્રી કે. પી. શાહની માનવતાનું ઉત્તમ ઉદાહરણ તો એ કે તેઓ પોતાના ઘરમાં નોકરચાકરોને પણ સ્વજનની જેમ રાખતા. અમે એમના ઘરે નજરે જોયું હતું કે એમના નોકરચાકરો પણ ‘બાપુજી' “બાપુજી' કહીને એમનો પડ્યો બોલ ઝીલવા માટે હમેશાં તત્પર રહેતા.
જામનગરની દરિયાની હવા પોતાને માફક ન આવવાને કારણે દર વર્ષની જેમ તેઓ ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદમાં એમનાં દીકરીને ઘરે જતા. પરંતુ ત્યાં એક દિવસ પડી જવાથી, વૃદ્ધાવસ્થાને લીધે તાવ આવ્યો અને તબિયત વધુ બગડતાં એમણે ૮૬ વર્ષની વયે દેહ છોડ્યો. - સ્વ. કે. પી. શાહના મૃતદેહને અમદાવાદથી જામનગર લઈ જવામાં આવ્યો. એમના અંતિમ દર્શન માટે “અનસૂયાગૃહ' નામના એમના નિવાસસ્થાને અનેક માણસો આવ્યા હતા. એમની સ્મશાનયાત્રામાં સૌરાષ્ટ્રના વિશેષતઃ જામનગર જિલ્લાના જુદા જુદા ક્ષેત્રના ઘણા અગ્રણીઓ સહિત સેંકડો માણસો જોડાયા હતા. કે. પી. શાહની સુવાસ કેટલી બધી હતી તેની પ્રતીતિ એ કરાવતી હતી.
કે. પી. શાહના સ્વર્ગવાસથી અમે તો પિતાતુલ્ય એક વાત્સલ્યમૂર્તિને ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું.
પ્રભુ એમના આત્માને શાંતિ આપો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org