________________
૩૩૪
વંદનીય હૃદયસ્પર્શ સુધારવધારા કરીને મેં એ પાછું મોકલ્યું તેનો હર્ષ પ્રગટ કરતો આભારપત્ર મને અમદાવાદથી મળી ગયો હતો.
શ્રી કે. પી. શાહનું ચિંતન મૌલિક, વ્યવસ્થિત, મુદ્દાસરનું, સરળ ભાષામાં અને અત્યંત સ્પષ્ટ રહેતું. જીવનની ઉત્તરાવસ્થામાં આવું લેખનકાર્ય કરવામાં તેઓ અત્યંત આનંદ અનુભવતા રહ્યા હતા. આ નિમિત્તે છેલ્લાં કેટલાંક વર્ષોથી અમારી વચ્ચે નિયમિત પત્રવ્યવહાર થતો રહેતો હતો.
૧૯૫૩માં જામનગર ગયા પછી ત્યાં ફરી જવાનો અવસર અમને ક્યારેય પ્રાપ્ત થયો નહોતો. છેલ્લાં પાંચેક વર્ષમાં કે. પી. શાહે ત્રણ-ચાર વાર અમારાં વ્યાખ્યાનો જામનગરમાં ગોઠવ્યાં હતાં. પરંતુ દરેક વખતે કંઈક કારણ આવી પડતાં છેલ્લી ઘડીએ તે બંધ રહ્યાં હતાં.
૧૯૮૨ના ઑક્ટોબર મહિનામાં પૂ. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજે જામનગરના ચાતુર્માસ દરમિયાન હરિભદ્રસૂરિકૃત “યોગશતક'ની વાચનાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું અને મારા પત્ની જામનગર ગયાં હતાં. લગભગ ચાલીસ વર્ષ પછી જામનગર બીજી વાર જવાનું અમારે પ્રાપ્ત થયું હતું. જામનગર જઈએ એટલે મુ. શ્રી કે. પી. શાહનો સંપર્ક કર્યા વગર રહીએ નહિ. એમને ખબર આપી એટલે તરત જ એમણે પોતાના ડ્રાઇવરને અમારે ત્યાં મોકલ્યો. અમે મળ્યા, પોતાને ત્યાં ન ઊતરવા માટે તેમણે મને ઠપકો આપ્યો. પણ વાચનાની દૃષ્ટિએ બીજાઓની સાથે અમારે રહેવું જોઈએ તે કારણે અમે સમજાવ્યું. છેવટે ભોજન તો સાથે જ લેવાનો આગ્રહ એમણે રાખ્યો. વાચના પછી સાંજે સમય મળતો તેમાં શ્રી કે. પી. શાહ સાથે ઘણી વાતો થઈ હતી. એમણે રાજકારણમાંથી નિવૃત્તિ શા માટે લીધી એની પણ વાત થઈ. એક જમાનામાં શ્રી કે. પી. શાહ સૌરાષ્ટ્રના રાજકારણમાં એક અગ્રણી હતા. પરંતુ શ્રીમતી ઇન્દિરા ગાંધીના સત્તાકાળ દરમિયાન ઇન્દિરા ગાંધીએ શ્રી કે. પી. શાહને કેટલીક ગેરરીતિઓ કરવા માટે ટેલિફોન કર્યો. એટલે કે. પી. શાહે એ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. એને પરિણામે ઇન્દિરા ગાંધીની સાથેના તેમના સંબંધો બગડ્યા. એથી ઇન્દિરા ગાંધીએ સરકારી અમલદારો દ્વારા એમને ત્રાસ આપવાનું ચાલુ કર્યું. એથી કે. પી. શાહને લાગ્યું કે રાજકારણમાં દિવસે દિવસે નાણાંનો ભ્રષ્ટાચાર વધતો જાય છે. આંટીઘૂંટીઓ થતી જાય છે, ગેરરીતિઓ આચરવામાં આવે છે, પૈસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org