________________
કે. પી. શાહ
૩૩૩ ધ્રોળ-જોડિયા વિભાગમાંથી કોંગ્રેસના સભ્ય તરીકે વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય તરીકે જોડાયા હતા. આમ રાજકારણમાં તેમની એક પીઢ અગ્રણી કાર્યકર્તા તરીકે ગણના થવા લાગી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં એમનું વર્ચસ્વ ઘણું મોટું રહ્યું હતું. પરંતુ લગભગ સિત્તેર વર્ષની વયે એમણે રાજકારણમાંથી અચાનક નિવૃત્તિ લઈ લીધી અને જીવનના અંત પર્યત રાજદ્વારી મંચ સાથે કોઈ નાતો રાખ્યો નહિ.
શ્રી કે. પી. શાહે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી પણ પછીથી એમણે પોતાનાં શેષ વર્ષો લોકસેવાના ક્ષેત્રે સંગીન અને સક્રિય કાર્યો કરવામાં ગાળ્યાં. તેઓ પોતાના કે. પી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જામનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે નેત્રયજ્ઞોનું અને સર્વરોગ નિદાનયજ્ઞનું આયોજન કરવા લાગ્યા. દરેક કેમ્પમાં તેઓ જાતે હાજર રહેતા. વળી તેમણે જામનગરમાં જુદી જુદી સંસ્થાઓને વિકસાવવામાં તથા કેટલીક નવી સંસ્થાઓની સ્થાપનામાં, કેળવણીના ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે અને ધર્મક્ષેત્રે ઘણું સરસ કાર્ય કર્યું. જામનગરમાં વૃદ્ધાશ્રમ, આયુર્વેદનું સંશોધન કેન્દ્ર, કૉમર્સ કોલેજ, દેરાસર અને ઉપાશ્રય વગેરેની સ્થાપનામાં એમણે સક્રિય ફાળો આપ્યો. તેમનો બધો જ સમય આ રીતે લોકસેવાનાં કાર્યોમાં સારી રીતે પસાર થતો રહ્યો. રાજકારણ એ તો જાણે જીવનમાં એક સ્વપ્નની જેમ આવ્યું અને ગયું. એનો એમને રજ માત્ર પણ અફસોસ રહ્યો નહોતો. બલકે પોતે રાજકારણમાંથી વેળાસર નિવૃત્ત થઈ ગયા એને તેઓ પોતાના જીવનનું મોટું સદ્ભાગ્ય સમજતા હતા.
જીવનનાં છેલ્લાં થોડાંક વર્ષોથી શ્રી કે. પી. શાહ લેખનની પ્રવૃત્તિ તરફ વળ્યા હતા. શ્રીમદ્ રાજચંદ્રનો તેમના ઉપર ઘણો મોટો પ્રભાવ હતો અને આત્મસિદ્ધિના આધારે “આત્મદર્શન' નામની એક પુસ્તિકા એમણે પ્રગટ કરી હતી. તદુપરાંત સમાજની સ્થાપના અને એના ઘડતરનાં પરિબળો વિશે માર્ગે ઐતિહાસિક કાળની દૃષ્ટિએ એમણે કેટલુંક મૌલિક તર્કયુક્ત ચિંતન કર્યું હતું. પ્રશ્નોત્તરરૂપે લખવાનું એમને વધુ ફાવતું હતું. એમની આ પુસ્તિકા માટે મેં આમુખ પણ લખી આપ્યો હતો. થોડા વખત પહેલાં એમણે નવકાર મંત્ર વિશે પાઠશાળાના વિદ્યાર્થીઓને રસ અને સમજ પડે એ દૃષ્ટિએ અને સરળ શૈલીએ પ્રશ્નોત્તરરૂપે એક નાની પરિચય-પુસ્તિકાનું લેખનકાર્ય કર્યું હતું. એમણે અમદાવાદ જઈને મને એ લખાણ મોકલી આપ્યું હતું અને એમાં યથાયોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org