________________
૧ ૨ ૨
વંદનીય હૃદયસ્પર્શ ચા બનાવતા હોય કે રસોઈ કરતા હોય અને હું એમની પાસે જઈને કહ્યું “લાવો કિંઈ મદદ કરે તો તેઓ ગુસ્સામાં કહેતા, “છાનામાના ખુરશીમાં બેસી જાવ, મારે તમારી મદદની કંઈ જ જરૂર નથી.” એમના અવાજમાં આગ્રહભર્યો રણકો એવો રહેતો કે તરત ખુરશીમાં બેસી જવું પડતું. નેવું વર્ષની ઉંમરે પણ ચંદ્રવદન જેમ એકલા બધે પ્રવાસ કરતા તેમ હાથે રસોઈ કરતા અને તે શોખથી કરતા. ગુજરાતી સાહિત્યકારોના અંગત જીવનની આ એક અદ્વિતીય ઘટના છે. છેલ્લે છેલ્લે હૉસ્ટેલમાં જ્યારે એમને મળ્યો ત્યારે સયાજીરાવ યુનિવર્સિટીની કથળેલી સ્થિતિ, વિદ્યાર્થીઓની હડતાલો, તોફાનો, વડોદરાનાં રમખાણો એ બધાં માટે તથા સમગ્ર દેશની પરિસ્થિતિ માટે તેઓ બળાપો કાઢતા.
મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થયા પછી ચંદ્રવદને ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં સરસ વ્યાખ્યાનો આપેલાં. એ વ્યાખ્યાનો એમને તરત છપાવવાં હતાં. મને કહે : “તમારી મુંબઈ યુનિવર્સિટી પોતાનો કૉપીરાઇટ હોવાથી વ્યાખ્યાનો બીજે છાપવા માટે વ્યાખ્યાતાને સંમતિ આપતી નથી અને ઘણાં વર્ષોથી પોતે કોઈનાં વ્યાખ્યાનો છાપતી નથી. હું મરી જાઉં પછી મારાં વ્યાખ્યાનો છાપવામાં કોને રસ પડવાનો છે?માટે હું તો એ વ્યાખ્યાનોછપાવી નાખવાનો છું. કૉપીરાઈટના ભંગ માટે યુનિવર્સિટીને જે પગલાં લેવાં હોય તે ભલે લે. મને તેનો ડર નથી. હું ક્યાં પૈસા કમાવા માટે વ્યાખ્યાનોછપાવવાનો છું?” તેમને કહ્યું કે “મુંબઈ યુનિવર્સિટીનો કૉપીરાઇટ છે, પણ તે માટે તેનો આગ્રહ નથી. વ્યાખ્યાનોની સામગ્રીમાં તમારે આમ પણ ઘણા સુધારા-વધારા કરવા જ છે તો પછી નવા નામથી વ્યાખ્યાનોનું સંવર્ધિત લખાણ છપાવશો તો કૉપીરાઇટનો કોઈ પ્રશ્ન ઊભો નહિ થાય અને તમારું પુસ્તક વેળાસરછપાઈ જશે.” ચંદ્રવદને એ પ્રમાણે એ વ્યાખ્યાનોમાં ઘણા સુધારા-વધારા કરીને નવેસરથી નવા નામે પુસ્તક છપાવ્યું હતું. જોકે ત્યારપછી મુંબઈ યુનિવર્સિટીએ વ્યાખ્યાનો બીજે છપાવવા માટે સંમતિ આપવાનું ચાલુ કર્યું હતું.)
ચંદ્રવદન પત્રવ્યવહારમાં બહુ જ નિયમિત. પત્ર લખ્યો હોય તો તરત જવાબ આવ્યો હોય. વળી નવું નવું વાંચે, વિચારે અને લખે. “પ્રબુદ્ધ જીવન માટે જ્યારે જ્યારે લેખ લખવા મેં એમને પત્ર લખ્યો હતો ત્યારે થોડા દિવસમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org