________________
૧ ૨
વંદનીય હૃદયસ્પર્શ કેટલા બધા વિષયોની બચુભાઈ પ્રમાણભૂત જાણકારી ધરાવે ! અભ્યાસ તો મેટ્રિક સુધીનો હતો. પણ વાંચનનો ભારે શોખ. પુસ્તકો વસાવે અને વાંચે. પછી તો “કુમાર”ને નિમિત્તે પણ ઘણા ગ્રંથો અને સામયિકો દેશવિદેશનાં વાંચે. એમની અસાધારણ જાણકારીને લીધે તો એમને કેટલાક “વૉકિંગ એન્સાઈક્લોપીડિયા” તરીકે ઓળખતા. બચુભાઈ એટલે જાણે પોતે જ એક શૈક્ષણિક સંસ્થા – વન-મેન ઇન્સ્ટિટ્યૂશન જેવા !
મેટ્રિક થયા પછી બચુભાઈ “સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા. ત્યાં વિવિધ પ્રકારની કામગીરી બજાવી. નામ-સરનામાં કરી, પુસ્તકોનાં પારસલો તૈયાર કરી, ખભે ઊંચકીને પહોંચાડવાનું કાર્ય પણ તેમણે કરેલું. કુમારમાં તંત્રીની જવાબદારી ઉપરાંત પાછળથી એમણે વહીવટી જવાબદારી પણ સંભાળી. ઘણા ઓછા વેતનથી એમણે કામ કર્યું. બીજે ગયા હોય તો કુમારે' આપ્યું એથી ઘણું બધું વેતન મેળવી શક્યા હોત. પણ “કુમાર” સાથેની એમની પ્રેમની ગાંઠ એવી હતી, કે બીજે જવાનો ક્યારેય વિચાર સુધ્ધાં નથી કર્યો. પોતે કરકસરથી કુટુંબજીવન નિભાવતા અને એટલા જ નિસ્પૃહ રહેતા. અર્થપ્રાપ્તિ માટે બચુભાઈએ ક્યાંય નબળાઈ દર્શાવી નથી. પચીસ વર્ષ પહેલાંનો એક પ્રસંગ મને યાદ છે. ન્યૂયૉર્કમાં યુનાઈટેડ નેશન્સમાં કામ કરતાં કુમાર” અને બચુભાઈના ચાહક એક ગુજરાતી યુવાન એમને ઘરે મળવા આવેલા. હું તે વખતે બચુભાઈ પાસે બેઠેલો. એ યુવાને બચુભાઈને દોઢસો ડૉલરની કુપન આપી, જેથી પોતાની ઇચ્છા પ્રમાણે બચુભાઈ અમેરિકાથી પુસ્તકો મંગાવી શકે. બચુભાઈએ એનો પ્રેમથી અસ્વીકાર કર્યો.
કુમાર કાર્યાલયમાં બચુભાઈનો ઘણોખરો સમય વહીવટી કાર્ય અને મુલાકાતોમાં પૂરો થઈ જતો. એમનું ખરું કામ સાંજના સાત પછી ચાલુ થતું. બધા કર્મચારીઓ ચાલ્યા જાય અને કાર્યાલયનો ડહેલા જેવો મોટો દરવાજો બંધ થાય તે પછી બચુભાઈ પોતે એકલા કાર્યાલયમાં બેઠાં બેઠાં રાતના દસ કે અગિયાર સુધી કામ કરતા હોય. કામ પતે એટલે દરવાજાની ડોકાબારીમાંથી સાઇકલ ઊંચકી બહાર કાઢે. બચુભાઈને સાઈકલના પેડલ ઉપર પગ મૂકી સાઈકલ ઉપર સવાર થવાનું આવડતું નહિ, ફાવતું નહિ. પાછલા પૈડાની ધરી ઉપર પગ મૂકીને તેઓ સવાર થતા. નીકળતાં પહેલાં તેઓ સાઈકલનો લેમ્પ સળગાવી લેતા. ખિસ્સામાં દિવાસળીની પેટી રાખે. રસ્તામાં લેમ્પ ઓલવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org