________________
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૩પ વિષ્ણુભાઈ કોલેજમાં અધ્યાપક તરીકે સક્રિય હતા તે વર્ષોમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં મુંબઈ યુનિવર્સિટી એ એક જ યુનિવર્સિટી હતી. વિષ્ણુભાઈ ત્યારે યુનિવર્સિટીની સમિતિઓમાં કે પરીક્ષાનાં કાર્યો માટે મુંબઈ વારંવાર આવતા. જોકે તે વખતે પણ પ્રવાસમાં તેઓ પોતાની જાતને બહુ સાચવતા. તેઓ તે સમયના મુંબઈ રાજ્ય તરફથી ગુજરાતી પુસ્તકો માટે અપાતા પારિતોષિકો માટેની નિર્ણાયક સમિતિના એક સભ્ય તરીકે કામ કરતા. શ્રીમતી ઇન્દુમતીબહેન શેઠ ત્યારે શિક્ષણપ્રધાન હતાં અને નિર્ણાયકોની નિમણૂક તેઓ કરતાં. એ વખતે અમારી ઝેવિયર્સ કૉલેજના પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા પણ નિર્ણાયક સમિતિમાં હતા. એક વખતે વિષ્ણુભાઈ અને ઝાલાસાહેબ બંનેએ સાથે મળીને નિર્ણય આપવાનો રહેતો. ત્યારે વિષ્ણુભાઈ મુંબઈ ઝેવિયર્સ કૉલેજમાં આવતા. તેઓ બંને આખો દિવસ બેસી પુસ્તકોની વિચારણા કરતા. દાદરો ચઢવાની તકલીફને કારણે વિષ્ણુભાઈ માટે કૉલેજમાં નીચે એકાદ રૂમ ખાલી રખાતો. ત્યાં બેસી વિષ્ણુભાઈ અને ઝાલાસાહેબ કામ કરતા. નિર્ણાયક તરીકેનું કામ અત્યંત ગુપ્ત રહેતું. સરકાર નિર્ણાયકોનાં નામ જાહેર કરતી નહિ. નિર્ણાયક સમિતિમાં કોણ કોણ છે એની અટકળ થતી, પણ ભાગ્યે જ કોઈને ખબર પડતી. કૉલેજમાં ઝાલાસાહેબના સહાયક અધ્યાપક તરીકે હું કામ કરતો. એટલે ઝાલાસાહેબ અને વિષ્ણુભાઈ જ્યારે કામ કરતા ત્યારે તેમના સહાયક તરીકે કામ કરવાની મને તક મળતી. મારી પાસેથી વાત બહાર ક્યાંય જશે નહિ એવો તેઓ બંનેને પૂરેપૂરો વિશ્વાસ હતો. સૂટબૂટ પહેરવાની પદ્ધતિના એ દિવસો હતા. ઝાલાસાહેબ કૉલેજમાં હંમેશાં સૂટમાં સજ્જ રહેતા. વિષ્ણુભાઈ પોતાનો ગરમ લાંબો ડગલો અને ધોતિયું પહેરીને આવતા. માથે ફેંટો રાખતા. પગમાં ગરમ મોજાં સાથે બૂટ તેઓ પહેરતા. પોતાને ઠંડી ન લાગે, શરદી ન થઈ જાય એટલે ઉનાળામાં, મે મહિનાની ગરમીમાં તેઓ બધી બારીઓ બંધ રખાવતા. રૂમનું બારણું ઘડીએ ઘડીએ ન ખૂલે (ગુપ્તતા કરતાં હવાની બીકે) તે માટે ચીવટ રાખતા અને તે માટે મને સૂચના આપતા. ઝાલાસાહેબને બંધ બારીબારણાં અને સૂટના કારણે ગરમી થતી. પરંતુ વિષ્ણુભાઈને પંખો ચલાવવો ફાવતો નહિ. ઝાલાસાહેબ એમને બધી રીતે આદરપૂર્વક સહકાર આપતા અને પોતાને ગરમી લાગે તો વિષ્ણુભાઈને કહીને થોડી થોડી વારે બહાર જઈ આવતા. વિષ્ણુભાઈ ઠંડું પાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org