________________
૨૭૩
પંડિત દલસુખભાઈ માલવણિયા આપતા, પણ સળંગ એક જ વિષય પર મૌખિક વ્યાખ્યાન આપતા નહિ. સભાઓમાં પણ તેઓ કેટલીક વાર પોતાનો સ્પષ્ટ નિખાલસ અભિપ્રાય ઉચ્ચારતા કે જે આયોજકોને પ્રતિકૂળ હોય.
આમ, મુંબઈ, અમદાવાદ, દિલ્હી વગેરે સ્થળે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, જૈન સાહિત્ય સમારોહ, પર્યુષણ વ્યાખ્યાનમાળા, ઇત્યાદિના નિમિત્તે એમને મળવાનું અવારનવાર થતું રહેતું. હરિભદ્રસૂરિ વિશેના પરિસંવાદ માટે તેઓ દિલ્હીમાં વલ્લભ સ્મારકમાં આવ્યા હતા ત્યારે તો એક જ રૂમમાં અમારે સાથે રહેવાનું થતું હતું. કેટલાક સમય પહેલાં એક ગ્રંથના વિમોચન પ્રસંગે તે સાયલા આવ્યા હતા ત્યારે તો લગભગ આખો દિવસ અમે બંને સાથે રહ્યા હતા.
દલસુખભાઈની સાથે રહીએ તો એમની વિદ્વત્તાનો અને એમની મહત્તાનો આપણને જરા પણ બોજ ન લાગે. રસ્તામાં ચાલ્યા જતા હોય તો ખબર ન પડે કે એક વિશ્વવિખ્યાત સ્કૉલર છે. સાધારણ માણસ તરીકે જ તેઓ હરતાફરતા રહે. એમની આ લઘુતામાં જ એમની મહત્તા રહેલી હતી. એમની જૈનદર્શનની જાણકારી આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલી બધી હતી. તેઓ વિવેકશીલ, સત્યાન્વેષક અને અનાગ્રહી હતા.
દલસુખભાઈનો પત્ર આવે એટલે સૌથી પહેલો શબ્દ એમણે લખ્યો હોય – “પ્રણામ'. તેઓ ટૂંકા પણ મુદ્દાસર પત્ર લખતા અને પત્રનો ઉત્તર અચૂક આપતા.
દલસુખભાઈ સ્વભાવે અત્યંત નિખાલસ અને નિઃસ્પૃહ હતા. આથી જ તેઓ પોતાને જે સત્ય લાગે તે કહેવામાં સંકોચ અનુભવતા નહિ. જૈનદર્શનનો, જેન આગમિક સાહિત્યનો તેમનો અભ્યાસ ઊંડો હતો. એથી જ સાંપ્રદાયિક સંકુચિતતા તેમનામાંથી નીકળી ગઈ હતી. તેમની દષ્ટિ તટસ્થ, ઉદાર અને પ્રમાણભૂત રહેતી.
સ્વ. દલસુખભાઈના અવસાનથી આપણને એક સત્ત્વશીલ સારસ્વતની ખોટ પડી છે.
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org