________________
૧૭૬
વંદનીય હૃદયસ્પર્શ યાજ્ઞિકસાહેબને માથે બીજી કોઈ વહીવટી જવાબદારી નહોતી અને યુનિવર્સિટીની કોઈ સમિતિમાં તેઓ નહોતા. એટલે અધ્યાપનકાર્યમાં તેઓ પૂરો રસ લઈ શકતા અને પૂરી સજ્જતા સાથે વર્ગમાં આવતા.
અનુસ્નાતક કક્ષાએ વર્ગ નાનો રહેતો. એમ.એ. માટે નોંધાયેલા ઓછા વિદ્યાર્થીઓમાંથી પણ વર્ગમાં નિયમિત હાજર રહેનારની સંખ્યા એથી પણ થોડી ઓછી રહેતી. એટલે અધ્યાપકો ઘણાખરા વિદ્યાર્થીઓને નામથી ઓળખતા. વર્ગ પછી પણ કંઈ પૂછવું કે સમજવું હોય તો યાજ્ઞિકસાહેબ ઉત્સાહથી તરત સમય આપતા. એમની રૂઈયા કૉલેજમાં વર્ગ ઉપરાંત અન્ય સમયે પણ એમની પાસે અભ્યાસ કરવાનો લાભ મળ્યો હતો. પોતાને કામ હોય કે ન હોય, ઘડિયાળ બતાવી પોતે બહુ કામગરા છે એવો દેખાવ યાજ્ઞિકસાહેબે જીવનપર્યત ક્યારેય કર્યો હોય એવું સ્મરણ નથી. મળનારને તેઓ મુક્ત મનથી સમય આપતા.
૧૯૫૯-૬૦ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં નવી નવી કૉલેજો સ્થપાવા લાગી. ગુજરાતમાં તો ઘણી કોલેજોમાં ગુજરાતી વિષયના અધ્યાપકને કૉલેજના આચાર્ય થવા મળતું. શિક્ષણનું માધ્યમ ગુજરાતી અને યુનિવર્સિટી સાથેનો તથા કૉલેજનો પોતાનો વહીવટ ગુજરાતી ભાષામાં એટલે ગુજરાતી વિષયના કુશળ અધ્યાપક ભાષાપ્રભુત્વને કારણે, એ કાર્ય વધુ સારી રીતે કરી શકે. મુંબઈમાં કૉલેજો અને યુનિવર્સિટીમાં મુખ્ય ભાષા અંગ્રેજી, માધ્યમ અંગ્રેજી અને વહીવટ પણ અંગ્રેજીમાં. એટલે ગુજરાતી વિષયના અધ્યાપકને આચાર્યના સ્થાન સુધી પહોંચવાનો અવકાશ ઓછો. આમ છતાં ગુજરાતી સંસ્થાઓએ જ્યારે પોતાની કૉલેજો મુંબઈમાં શરૂ કરી ત્યારે કૉલેજના આચાર્યનું સ્થાન મેળવનાર ગુજરાતી વિષયના અધ્યાપકોમાં યાજ્ઞિકસાહેબ પ્રથમ હતા. ગુજરાતી તો એમનો વિષય હતો જ, પણ અંગ્રેજી ઉપર પણ તેમનું પ્રભુત્વ સારું હતું. એટલું જ નહિ, વર્ષો સુધી કૉલેજમાં મરાઠી અધ્યાપકો વચ્ચે કાર્ય કરવાને લીધે મરાઠી ભાષા ઉપર પણ એમનું પ્રભુત્વ ઘણું સારું રહ્યું હતું. તેમના મિત્રવર્ગમાં પણ ઘણા મરાઠીઓ હતા.
યાજ્ઞિકસાહેબ સૌરાષ્ટ્રમાં પ્રાંગધ્રાના વતની હતા. મારા સસરા સ્વ. દીપચંદભાઈ ધ્રાંગધ્રાના વતની અને યાજ્ઞિકસાહેબના સમવયસ્ક જેવા હતા, એટલે એમ.એ.ના વિદ્યાભ્યાસ દરમિયાન મારે અને મારાં પત્નીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org