________________
૮૪
વંદનીય હૃદયસ્પર્શ
તરીકે આવવાના છો ત્યારે મળીશું.” એમણે કહ્યું, “એ લોકોએ મારું નામ જાહેર કરી દીધું છે. પરંતુ મેં સંમતિ આપી નથી. મેં સ્પષ્ટ ના લખી દીધી છે, અને હું મુંબઈ જવાનો નથી. મુનશીની ષષ્ટિપૂર્તિમાં જો મેં ભાગ ન લીધો હોય તો ...ની સુવર્ણ જયંતીમાં ભાગ લેવાની શક્યતા જ ક્યાંથી હોય ? હું આવી ઉજવણીમાં માનતો નથી અને બીજાઓની તેવી ઉજવણીમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ પણ નથી લેતો.’' આ બાબતમાં, ખાસ કરીને આત્મશ્લાઘાથી પર રહેવાની બાબતમાં, તેમની વિશિષ્ટ દૃષ્ટિ હતી.
ઉમાશંકર સાહિત્ય પરિષદના અધિવેશનોમાં અવશ્ય ઉપસ્થિત રહેતા અને નાનામોટા અનેક સાહિત્યકારોની સાહિત્ય-પ્રવૃત્તિથી પરિચિત રહેતા. પોરબંદરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે મારો ઉતારો બીજા બધા પ્રતિનિધિઓ સાથે હતો અને ઉમાશંકરનો ઉતારો એક ગેસ્ટ હાઉસમાં હતો. તે વખતે ઉમાશંકરે સ્થાનિક કાર્યકર્તાઓને સૂચના આપીને મારો ઉતારો પોતાની સાથે ગેસ્ટ હાઉસમાં રખાવ્યો હતો. બે દિવસ સતત સાથે રહેવાનું થયું. મારા પીએચ.ડી.ના અભ્યાસવિષય ‘નળદમયંતીની કથા'માં એમને પણ બહુ રસ હતો. તે વખતે કવિ ભાલણના કહેવાતા બીજા ‘નળાખ્યાન’ની બનાવટ કેવી રીતે થઈ છે તેની સાબિતીઓ મેં જ્યારે એમને બતાવી ત્યારે તેઓ ખૂબ રાજી થયા હતા.
ઉમાશંકર જ્યારે કોઈ કાર્યક્રમ માટે મુંબઈમાં આવે ત્યારે એમને મળવા માટે સમયની ઘણી ખેંચ રહે. કેટલીક વાર તો જાહેર કાર્યક્રમને અંતે એમને મળવા એટલા બધા સાહિત્યકારો, મિત્રો, ચાહકો હોય કે માંડ બે મિનિટ પણ વાત કરવાની તક મળે તો મળે. પરંતુ એમને નિરાંતે મળવાનો એક ઉપાય તે સ્ટેશન ઉપર જઈ ટ્રેનના ડબામાં મળવાનો હતો. તેઓ અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે બૉમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં અડધા કલાક પહેલાં તેઓ પોતે ઘણુંખરું એકલા બેઠા હોય. આવી રીતે બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને કેટલીય વાર મળ્યો છું. એક વખત એ રીતે તેમને મળવા માટે ગયો હતો ત્યારે સંસ્કૃતના અધ્યાપક પંડિત શ્રી નર્મદાશંકર શાસ્ત્રી પણ ત્યાં આવેલા. તેમની સાથે ઉમાશંકર સંસ્કૃતમાં વાતચીત કરતા. તે વખતે ઉમાશંકરે મને ભલામણ કરતાં કહ્યું કે હવે તો મુંબઈમાં સ્કૂલ-કૉલેજમાંથી સંસ્કૃત ભાષા નીકળતી જાય છે. તમે તમારાં બંને બાળકોને અત્યારથી જ સંસ્કૃત ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org