________________
૮
.
ઉમાશંકર જોશી શીખવવાનું ચાલુ કરી દો. વળી એ શીખવવા માટે તરત એમણે એમના વતનના મિત્ર નર્મદાશંકર શાસ્ત્રીને ભલામણ કરી. એ સમયથી શાસ્ત્રીજી નિયમિત અમારાં બંને સંતાનોને સંસ્કૃત ભણાવવા માટે ઘરે આવવા લાગ્યા અને ત્રણેક વર્ષમાં તો અમારી પુત્રી ચિ. શૈલજા સંસ્કૃત ભાષામાં વાતચીત અને ભાષણ પણ કરવા લાગી હતી. એની આ પ્રગતિ જોઈ ઉમાશંકરને ઘણો હર્ષ થયો હતો. તેમણે શૈલજાને સંસ્કૃતનો મહાવરો ચાલુ રાખવાની ભલામણ કરેલી અને દાખલો આપતાં કહેલું કે પોતાની પુત્રી સ્વાતિ સ્પેનિશ ભાષા સરસ શીખી હતી, પણ હવે ભારતમાં મહાવરો રહ્યો નથી એટલે ભૂલવા લાગી છે. તેઓ શૈલજાને ક્યારેક સંસ્કૃતમાં શ્લોકરૂપે પત્ર લખતા. શૈલજા ઇંગ્લેન્ડ, યુરોપના પ્રવાસેથી પાછી આવી ત્યારે એમણે લખ્યું હતું :
सत्पुत्रि शैलजे देवभाषाविद्या विभूषिते ।
तन्मे कथय यत् प्राप्तं तत्राङ्लदेशदर्शने ।। ચિ. શૈલજા મુંબઈ યુનિવર્સિટીમાં ઈન્ટર આર્ટ્સ(મધ્યમા)ની પરીક્ષામાં વીસ હજાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે આવી એ સમાચાર જાણીને પોતાનો આનંદ નીચેના શ્લોકમાં વ્યક્ત કરતો પત્ર એમણે ચિ. શૈલજાને લખ્યો હતો :
प्रथमा मध्यमायां त्वं परीक्षायां तु राजसे। सदाप्रिया सरस्वत्याः संप्रसादं समाप्नुहि ॥ मुम्बापुर्यां वसिष्यामि कांश्चिद् वै दिवसानहम् । पूज्यां मातामहीं वत्से पितरौ भ्रातरं तथा ।। भद्रे कथय भवतां दशनार्थं क्वचिद् गृहम् । आगमिष्यामि, न पुनर निवासयेति शैलजे ।। गुरवे तव सन्मित्रनर्मदाशंकराय च।
स्नेह-सोहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગ થયો તે વખતે પ્રોફેસરના હોદ્દા માટે ગુજરાતમાંથી કોણ યોગ્ય છે તેની વિચારણા ચાલેલી અને હંસાબહેન મહેતા તથા રમણલાલ વસંતલાલ દેસાઈની ઇચ્છા એવી હતી કે એ સ્થાને ઉમાશંકર આવે તો સારું. પરંતુ ઉમાશંકરે કહેલું કે પોતે અરજી નહિ કરે. પોતાને નિમંત્રણ આપવામાં આવે તો કદાચ તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org