________________
४०८
વંદનીય હૃદયસ્પર્શ ભટ્ટ સાહેબ સારા અધ્યાપક હોવા છતાં પણ કોણ જાણે એમનાં મોટાભાગનાં સમય-શક્તિ ભાતભાતની ખટપટોનો સામનો કરવામાં ગયાં છે. અમદાવાદમાં સી.એન. વિદ્યાવિહારમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ગાંધી આશ્રમના નિવાસને પ્રતાપે આ બધું ઝર તેઓ જીરવી શક્યા હતા એમ મને લાગે છે.'
સિદ્ધાર્થ કૉલેજમાં પોતે જોડાયા ત્યારથી તે નિવૃત્ત થયા ત્યાં સુધી તેઓ એ જ કૉલેજમાં ભણાવતા રહ્યા હતા. તેઓ ભણાવતા સારું પણ વિદ્યાર્થીઓમાં બહુ ઓછા ભળતા. નાના વર્ગમાં ભણાવતા હોય ત્યારે હેતુપૂર્વક આંખો મીંચીને બોલતા. સદૂભાગ્યે અધ્યાપક તરીકે એમની નોકરી સુરક્ષિત હતી અને પત્ની વસંતબહેનની પણ અધ્યાપિકા તરીકેની નોકરીમાં પણ કોઈ પ્રશ્ન નહોતો. એટલે આજીવિકાની દૃષ્ટિએ તેઓ નિશ્ચિત હતા. તેઓને કોઈની ગરજ ભોગવવી પડે એવું નહોતું. એટલે સંબંધો બાંધવા–ટકાવવાની બાબતમાં તેઓ નિસ્પૃહી, નિરુત્સાહી હતાં. છેલ્લાં વર્ષોમાં તો તેઓ કોઈની સાથે સંપર્ક રાખવા ઉત્સુક નહોતા. પહેલાં અવારનવાર તેઓ મને પત્રો લખતા, અથવા હું એમને ઘરે મળવા જતો. પણ પછીથી મને પણ એમનો સંપર્ક ન રાખવા માટે કહ્યું હતું. અલબત્ત મારા પ્રત્યે એમને સદૂભાવ ઘણો હતો અને મળવા જાઉં તો પ્રેમથી બધી વાતો કરતા.
સંસ્કૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. કાલિદાસ વગેરેનાં મહાકાવ્યો ઉપરાંત ઉપનિષદો, શ્રીમદ્ ભગવદ્ગીતા, ભાગવતપુરાણ એમણે મૂળ સંસ્કૃતમાં વાંચ્યાં હતાં. એક વખત શ્રીકૃષ્ણ વિશે કોઈક ભાઈએ “મુંબઈ સમાચાર'માં ચર્ચાપત્ર લખીને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્યારે “ભગવાન શ્રીકૃષ્ણ” એ નામથી એમણે આઠ લેખ લખ્યા હતા અને તે મુંબઈ સમાચાર'માં છપાયા હતા.
તનસુખભાઈએ ઈ.સ. ૧૯૪૯માં “દલપતરામ – એક કાવ્યાભિગમ નામના વિષય ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રો. રામનારાયણ પાઠકના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની ડિગ્રી માટે શોધ-પ્રબંધ લખવા નામ નોંધાવ્યું હતું. ત્યારે પાઠક સાહેબ એ એક જ ગાઇડ હતા. એ દિવસોમાં પાઠક સાહેબ થોડો વખત મુંબઈમાં રહેતા અને થોડો વખત અમદાવાદમાં રહેતા. એટલે માર્ગદર્શન નિયમિત મળતું નહિ. ત્યાર પછી પાઠક સાહેબને હૃદયરોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org