________________
૧૯૨
વંદનીય હૃદયસ્પર્શ પરંતુ એમની સંનિષ્ઠ અને અત્યંત કુશળ સેવાઓને લક્ષમાં લઈને રાજીનામું પાછું ખેંચી લેવા માટે એમને હંમેશાં મનાવી લેવામાં આવ્યા હતા.
કોરાસાહેબ સ્વભાવે ઓછાબોલા અને શાંત પ્રકૃતિના હતા. તેઓ સંયમી અને કુટુંબવત્સલ હતા. પોતાની નિકટની વ્યક્તિઓ હોય દલસુખભાઈ માલવણિયા, રતિલાલ દીપચંદ દેસાઈ, પં. અમૃતલાલ ભોજક વગેરે હોય અથવા પૂ. મૃગાવતીશ્રીજી મહારાજ હોય તો તેઓ મન મૂકીને વાત કરે, હસે અને ટીખળ પણ કરે. એમનો રમૂજી સ્વભાવ આવા નાના વર્તુળમાં જોવા મળતો. પરંતુ ઘણા બધાંની વચ્ચે તેઓ ઘણુંખરું મૌન રાખતા. એટલે બીજા લોકોને તેઓ ભારેખમ લાગતા. અલબત્ત જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સ્પષ્ટ શબ્દોમાં સાચી વાત કહી દેતા. બીજા શું કહેશે તેની તેઓ ક્યારેય ચિંતા કે પરવા કરતા નહિ, કારણ કે તેઓ નિઃસ્વાર્થ હતા. એથી જ તેઓ વિદ્યાલયના મંત્રીઓનો આદર સાચવતા, પણ ક્યારેય તેમની ખુશામત કરતા નહિ. પોતાને નોકરીની ગરજ છે અને મંત્રીઓ વગર ચાલશે નહિ એવું વલણ એમના જીવનમાં ક્યારેય જોવા મળ્યું નથી. ઊલટું બે મંત્રીઓ વચ્ચે વિચારભેદ હોય તો તેઓ તરત પામી જઈ શકતા. ક્યારેક બે મંત્રીઓની પરસ્પર વિરુદ્ધ વહીવટી સૂચના આવી હોય તો એકબીજાને ખબર ન પડે તે રીતે તેઓ કુશળતાથી રસ્તો કાઢતા.
કોરાસાહેબનો એક મોટામાં મોટો શોખ તે ટપાલની ટિકિટોના સંગ્રહનો હતો. ‘કુમાર’ માસિક અને અન્ય સામયિકોમાં આવતા ટપાલની ટિકિટો વિશેના લેખો તેઓ વાંચતા અને સાચવી રાખતા. આ શોખ તેમણે પોતાના પુત્ર અશોકભાઈમાં સારી રીતે કેળવ્યો અને એને લીધે અશોકભાઈ ભારતના નામાંકિત ટિકિટસંગ્રહકારોમાંના એક બની શક્યા.
-
વિદ્યાલયની લાઇબ્રેરી એ મુંબઈ શહેરની એક અત્યંત સમૃદ્ધ લાઇબ્રેરી છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ વિવિધ ભાષામાં હજારો ગ્રંથો ક્યાંયથી ન મળે તેવા વિદ્યાલયની લાઇબ્રેરીમાં છે. કેટલાયે જૂના દુર્લભ ગ્રંથો વિદ્યાલયની લાઇબ્રેરીમાં સચવાયેલા છે. તદુપરાંત હસ્તપ્રતોનો પણ મોટો ભંડાર વિદ્યાલય પાસે છે. વિદ્યાલયના આ સમૃદ્ધ ગ્રંથાલયનો યશ મુખ્યત્વે કોરાસાહેબના ફાળે જાય છે. પોતાના પચાસ વર્ષના વહીવટ દરમ્યાન જે જે ગ્રંથો પ્રકાશિત થતા રહ્યા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org