________________
કાન્તિલાલ કોરા
૧૯૩ તેની જાણકારી ધરાવવી અને તેની નકલ મંગાવીને વિદ્યાલયમાં વસાવવી એ કોરાસાહેબનું એક મુખ્ય કાર્ય હતું. અંગ્રેજી ભાષાના પણ આધુનિકતમ પુસ્તકો વિદ્યાલય વસાવતું રહ્યું છે. એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને શોભે એવી સમર્થ, સમૃદ્ધ અને વ્યવસ્થિત લાઇબ્રેરી વિદ્યાલય પાસે છે તેનું કારણ કોરાસાહેબનું પ્રેરકબળ છે. કોરાસાહેબને વાંચનનો શોખ ઘણો હતો. તેમની પાસે સારી લેખનશક્તિ ગુજરાતી અને અંગ્રેજી ભાષાની હતી, પરંતુ તેમણે પ્રસિદ્ધિની ખેવના રાખી નહોતી. પોતાના લખાણ નીચે પોતાનું નામ મૂકવાનો આગ્રહ તેઓ રાખતા નહિ. કેટલાક ગ્રંથોની પ્રસ્તાવના કે નિવેદન કે ભાષાંતર બીજાના નામે પ્રગટ થાય, પણ તે લખાણ લખી આપ્યું હોય કોરાસાહેબે, એવું કેટલીયે વાર બન્યું છે. એ બાબતમાં કોરાસાહેબ ઉદાસીન રહેતા. કોઈક વાર તો એવું થતું કે લેખક કે પ્રકાશક કોરાસાહેબ પાસે કામ કરાવી જાય, પણ પછી પુસ્તક પ્રકાશિત થતાં એની નકલ પણ ન મોકલાવે. એક વખત કોરાસાહેબે એક પુસ્તકની નકલ મને જોવા આપી. ફર્માફેરવાળી, વળી મશીનમૂફના ડાઘી ફર્માવાળી એ નકલ હતી. કોરાસાહેબે કહ્યું કે આ આખા ગ્રંથમાં જે અંગ્રેજી ભાષાંતર છે તે મેં કરી આપ્યું છે. લેખકે પુસ્તકની કિંમત ઘણી મોટી રાખી છે. ઘણો સારો નફો કરશે. હું તો ભાષાન્તર કરવાનું કશું મહેનતાણું પણ લેવાનો નથી. છતાં જાણી-જોઈને આટલી ખરાબ નકલ મોકલાવી છે.
કોરાસાહેબની આ લેખનશક્તિ, કલાદષ્ટિ અને સૂઝનું એક ઉત્તમ ઉદાહરણ તે વિદ્યાલયના વાર્ષિક રિપૉર્ટ છે. ભૂલચૂક વગરના, સુઘડ મુદ્રણકલાવાળા વ્યવસ્થિત ક્રમાનુસાર માહિતીવાળા રિપૉર્ટ કલાની દૃષ્ટિએ પણ નમૂનેદાર અને સાચવી રાખવા ગમે એવા રહેતા.
કોરાસાહેબના જૈન સાહિત્ય, ઇતિહાસ અને કલાના રસને કારણે જ જૈન યુગ” નામનું સામયિક ફરીથી પ્રકાશિત કરવા માટે પ્રબંધ થયો હતો. જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ તરફથી પ્રગટ થતું આ સામયિક આર્થિક સંજોગોને કારણે જ્યારે બંધ થયું ત્યારે તેના પુનઃપ્રકાશન માટે કોરાસાહેબે ભારે જહેમત ઉઠાવી હતી અને એના સંપાદક તરીકે એનું સંગીન કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે એ સામયિકનું પ્રકાશન લાંબો સમય ચાલી ન શક્યું. એનો રંજ કોરાસાહેબને રહ્યા કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org