________________
૧૯૧
કાન્તિલાલ કોરા કાર્યક્રમ માટે બહારગામ જવાનું હતું અને કોરાસાહેબનું આવવાનું પાછળથી નક્કી થયું ત્યારે કોઈકની વધેલી ટિકિટ કોરાસાહેબને આપવામાં આવી ત્યારે એમણે કહ્યું કે “બીજાના નામની ટિકિટ ઉપર હું પ્રવાસ કરતો નથી. એટલે માટે એ પ્રવાસમાં તેઓ જોડાયા નહોતા.
કોરાસાહેબની વહીવટી શક્તિ અભુત હતી. નાનામાં નાનાં કામથી માંડીને મોટામાં મોટાં કામ તેઓ જાતે કરતા. અમે વિદ્યાલયમાં હતા ત્યારે વિદ્યાર્થીઓની આવેલી ટપાલની યાદી પોતે રોજેરોજ હાથે લખીને બૉર્ડ પર મૂકતા. રોજ કેટલાય કાગળોનાં સરનામાં પોતાના હાથે કરતા. બીજી બાજુ વ્યવસ્થાપક સમિતિની સભાની મિનિટ્સ તૈયાર કરવી, બંધારણમાં ફેરફારો કરવાને લગતી કાર્યવાહી કરવી, ચેરિટી કમિશ્નર કે કૉલેજના પ્રિન્સિપાલો સાથે કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો સાથે અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવો આવાં બધાં મહત્ત્વનાં કામ પણ તેઓ કરતા.
કોરાસાહેબ અત્યંત ચીવટવાળા અને સારી યાદશક્તિ ધરાવનારા હતા. એમને સોંપેલું કામ અચૂક થયું જ હોય. કોઈ પણ કામમાં કોરાસાહેબને મારે બીજી વાર યાદ દેવરાવવું પડ્યું હોય એવું બન્યું નથી. આટલું બધું કામ કરવા છતાં વાતચીતમાં કે વ્યવહારમાં તેઓ પોતે પોતાની મહત્તા દર્શાવતા નહિ કે તે માટે અભિમાન ધરાવતા નહિ. એમની વહીવટી કાર્યકુશળતા એટલી સારી હતી કે વિદ્યાલયની એક જાહેર સભામાં મેં કહેલું કે કોરાસાહેબ જો વિદ્યાલયને બદલે યુનિવર્સિટીની કોઈ શિક્ષણસંસ્થામાં હોત તો ક્રમે ક્રમે તેઓ વાઇસ ચાન્સેલરના પદ સુધી અચૂક પહોંચી ગયા હોત. અથવા પત્રકારત્વના ક્ષેત્રમાં ગયા હોત તો કોઈ અંગ્રેજી દૈનિકના મોટા તંત્રી બની શક્યા હોત. પરંતુ કોરાસાહેબ વિદ્યાલયને વરેલા હતા. વિદ્યાલય છોડીને અન્યત્ર તેઓ જવા ઈચ્છતા નહિ.
કોરાસાહેબ વિદ્યાલયને વરેલા હતા. વિદ્યાલયની તમામ નાની-મોટી વિગતો અને વહીવટી કાર્યવાહીથી તેઓ પૂરા પરિચિત હતા. આમ છતાં તેઓ સ્વમાની હતા અને પોતાને યોગ્ય ન લાગે તો ગમે તે પળે નોકરી છોડવા તૈયાર રહેતા. અમે વિદ્યાલયમાં હતા એ દિવસોમાં પણ કહેવાતું કે કોરાસાહેબ પોતાનું રાજીનામું હંમેશાં ખિસ્સામાં લઈને ફરે છે. એમ કહેવાય છે કે કોરાસાહેબે વ્યવસ્થાપક સમિતિ સમક્ષ પોતાનું રાજીનામું અનેક વાર ધર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org