________________
૧૯૦
વંદનીય હૃદયસ્પર્શ આરંભથી જ સારી રીતે વણાઈ ગઈ હતી.
આરંભનાં વર્ષોમાં તો કોરાસાહેબ ગૃહપતિ તરીકે વિદ્યાલયના one in all જેવા હતા. અલબત્ત, ત્યારે ફક્ત ગોવાલિયા ટેન્કની શાખા જ હતી અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. પરંતુ કોરાસાહેબ વિદ્યાર્થીઓનાં એડમિશનનું કાર્ય સંભાળે, કૉલેજો સાથે પત્રવ્યવહાર કરે, વિદ્યાર્થીની કૉલેજમાં હાજરી, તેમનાં પરિણામો વગેરેની ફાઇલોની દેખરેખ રાખે. રોજ રાત્રે નવ વાગે રોલકોલ લેવા આવે. બપોરે ત્રણથી પાંચ લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વિદ્યાર્થીઓને આપે. કોઈ કોઈ દિવસ રાતના અગિયાર-બાર વાગે surprize visit તરીકે વિદ્યાર્થીઓની રૂમમાં અચાનક આંટો મારવા આવી જાય. રસોડામાં ધ્યાન રાખે. હિસાબો સંભાળે. બેંકનું કામકાજ સંભાળે. અને લગભગ રોજ બધો અહેવાલ આપવા મંત્રી શ્રી મોતીચંદભાઈ કાપડિયા અથવા શ્રી ચંદુલાલ સારાભાઈ મોદીની ઑફિસે એકાદ કલાક મળી આવે. એમની નોકરી એટલે ચોવીસ કલાકની નોકરી ગણાતી. વિદ્યાલયનાં બધાં જ કાર્ય તેઓ હોંશપૂર્વક અને દક્ષતાપૂર્વક કરતા.
સમય જતાં વિદ્યાલયની શાખાઓ અમદાવાદ, વડોદરા, પૂના, વિદ્યાનગર, ભાવનગર, અંધેરી વગેરે સ્થળે સ્થપાઈ. તેમાં પણ તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. સાત શાખાઓના કેન્દ્રીય વહીવટની જવાબદારી મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ ઘણી રીતે વહન કરતા. વખતોવખત સમિતિના સભ્યો અને હોદ્દેદારોમાં ફેરફારો થયા કર્યા, પણ મુખ્ય સૂત્રધાર તરીકે તો પૂરા પાંચ દાયકા સુધી કોરાસાહેબ જ રહ્યા. આવી એકધારી સેવા વિદ્યાલયના અત્યાર સુધીના વિકાસના ઇતિહાસમાં અજોડ રહેશે.
કોરાસાહેબ નિષ્ઠાવાન હતા. પોતાને સોંપેલી જવાબદારી સારી રીતે વહન કરતા. વિદ્યાર્થીઓની આવી સંસ્થાઓમાં રજિસ્ટ્રાર કે ડાયરેક્ટર તરીકે સત્તા ભોગવતી વ્યક્તિ પાસે પૈસા કે ચીજવસ્તુનાં કેટલાંય પ્રલોભનો ઊભાં થાય. પૂરેપૂરી નીતિમત્તા સાચવવાનું સહેલું નથી, પરંતુ કોરાસાહેબ એ બાબતમાં આરંભથી જ અત્યંત સાવધ હતા. વિદ્યાલયના રસોડેથી કોઈ વસ્તુ કે વાનગી કોરાસાહેબના ઘરે ગઈ હોય એવું બને જ નહિ. આટલી બધી ખરીદી થાય અને આટલો મોટો વહીવટ હોય છતાં કોરાસાહેબના હાથ ક્યારેય કાળા ન થાય. તેઓ એટલા બધા ચુસ્ત હતા કે મને યાદ છે કે એક વખત વિદ્યાલયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org