________________
ઉમેદભાઈ મણિયાર
ઓરડીમાં
ઊતરવામાં
ઉમેદભાઈની તારાબાગમાં આવેલી નાની ઉમાશંકરભાઈ વિશેષ આનંદ અનુભવતા. ઉમાશંકરભાઈ મુક્ત મનથી અને નિખાલસતાથી ઉમેદભાઈ સાથે વાતો કરતા.
એક વખત ઉમાશંકર મુંબઈ આવ્યા ત્યારે મારે ઘરે ઊતર્યા હતા. ત્યારે એક દિવસ રાત્રે સાડા અગિયાર વાગે અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા. તેઓ સૂવાની તૈયારી કરતા હતા. ઉમાશંકરભાઈને જોતાં જ તેઓ આનંદમાં આવી ગયા. તેમનાં પત્ની વિદ્યાબહેનને પણ મોડી રાતના મહેમાન ગમ્યા. વાત નીકળતાં જાણવા મળ્યું કે ઉમાશંકરભાઈ ઉમેદભાઈને ઘરે જ્યારે જમવાના હોય ત્યારે ઘણુંખરું પૂરણપોળી બનાવવાનો કાર્યક્રમ હોય. ઉમાશંકરભાઈને પૂરણપોળી બહુ ભાવે અને તે પણ વિદ્યાબહેનના હાથે બનાવેલી.
૭૧
લગભગ કલાક અમે ઉમેદભાઈના ઘરે બેઠાં. ઘણી વાતો નીકળી. ઉમેદભાઈનાં માર્મિક વાક્યોથી વાતાવરણ પ્રસન્ન, હળવું રહ્યું. પાછાં ફરતાં રસ્તામાં ઉમાશંકરભાઈએ કહ્યું, “આખો દિવસ બંધ ગંભીર વાતો જ ચાલે. એટલે ઉમેદભાઈ પાસે જાઉં ત્યારે હું હળવો અને તાજો થઈ જાઉં. આનંદમાં કલાક-બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે.” ઉમાશંકરભાઈ મુંબઈ આવે અને ગમે તેટલો ભરચક કાર્યક્રમ હોય તો પણ ઉમેદભાઈને મળ્યા વગર ન રહે. છેવટે ટેલિફોન ઉપર પણ ઉમેદભાઈ સાથે વાત કર્યા વગર મુંબઈ ન છોડે. ઉમાશંકરભાઈ જેવા બહુશ્રુત વિદ્વાન અને મૂર્ધન્ય કવિના હૃદયમાં ઉમેદભાઈએ અનોખું ઊંચું સ્થાન મેળવ્યું હતું એ જ ઉમેદભાઈની મહત્તા દર્શાવે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉમેદભાઈ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા હતા. તેઓ વજેશ્વરી પાસે ગણેશપુરીમાં મુક્તાનંદ સ્વામી પાસે જઈને રહેતા. યોગ અને ધ્યાનમાં તેઓ ઊંડો રસ લેવા લાગ્યા હતા. એનો પ્રભાવ એમના જીવનમાં દેખાતો હતો. એમની સાથેની વાતચીતમાં ધ્યાનના અનુભવોની વાત નીકળતી.
છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત બહુ સારી રહેતી ન હતી. જીવન હવે પૂરું થવામાં છે એવી માનસિક તૈયારી એમણે કરી લીધી હતી. એક દિવસ એમણે મને મારાં ભેટ આપેલાં પુસ્તકો પાછાં આપ્યાં. મને કહે, “પુસ્તકો વાંચી લીધાં છે. હવે મને એની જરૂર નથી. બીજા કોઈને આપવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org