________________
૭૨
વંદનીય હૃદયસ્પર્શ તમને એ કામ લાગશે. હવે મેં મારા સંગ્રહનાં બધાં પુસ્તકો બીજાંઓને, વ્યક્તિઓને અને સંસ્થાઓને, ભેટ આપવાનું ચાલુ કરી દીધું છે. મારાં સંતાનોના વ્યવસાયો જુદા છે. સાહિત્યમાં એમને રસ ન પડે. એટલે મારી હયાતીમાં જ મારાં આ કબાટો મારે ખાલી કરી નાખવાં છે. તમને પણ એમાંથી કોઈ પુસ્તક જોઈતું હોય અથવા અમુક પુસ્તકો કોઈ લાયબ્રેરીને ભેટ આપવા લાયક લાગે તો એમાંથી જરા પણ સંકોચ રાખ્યા વગર લઈ જશો. આ બધા પરિગ્રહના ભારમાંથી હું હવે હળવો થવા ઇચ્છું છું.
ઉમેદભાઈને હૃદયરોગની તકલીફ શરૂ થઈ હતી, એટલે બહાર તેઓ બહુ જતા નહિ. વાંચન, મનનમાં તેમનો સમય પસાર થતો. ક્રમે ક્રમે શાંત બનતી તેમની જીવનલીલા એક દિવસ હૃદયરોગનો હુમલો થતાં વિરમી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org