________________
૧ ર મનસુખલાલ તારાચંદ મહેતા
સદૂગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા સાથેનો મારો સંબંધ પંદરેક વર્ષનો હતો. તેઓ ઉંમરમાં મારાથી લગભગ અઢાર વર્ષ મોટા, પરંતુ મારી સાથે તેઓ વડીલ ઉપરાંત મિત્રની જેમ સ્નેહ રાખતા. આથી જ તેમના સૌજન્યની સુવાસ મારા ચિત્ત પર હંમેશાં અંકિત રહેશે.
શ્રી મનસુખલાલભાઈનો મને પહેલવહેલો પરિચય સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી ફતેહગંદકાકા દ્વારા થયેલો. શ્રી ફતેહચંદ ઝવેરભાઈ, શ્રી પ્રાણજીવનદાસ ગાંધી અને શ્રી મનસુખલાલ તારાચંદ એ ત્રણની ત્રિપુટી મુંબઈના ઘણાખરા ધાર્મિક પ્રસંગોમાં, કાર્યક્રમો અને મેળાવડાઓમાં સાથે જોવા મળતી. ત્રણે નિવૃત્ત અને ત્રણે ધાર્મિક શિક્ષણના ક્ષેત્રે કંઈક કરવાની ધગશવાળા. તેઓ નિયમિત એકબીજાને મળે, વિચારવિનિમય કરે અને પોતાની યોજનાઓ અમલમાં મૂકવા માટે સક્રિય પ્રયત્ન કરે. આ ત્રણે મુરબ્બીઓ મુંબઈમાં જૈન શ્વેતામ્બર એજયુકેશન બોર્ડ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ વગેરે સંસ્થાઓના અને ભાવનગરમાં આત્માનંદ જૈન સભા અને બીજી સંસ્થાઓના સક્રિય કાર્યકરો એટલે જુદી જુદી સંસ્થાઓના જુદા જુદા કાર્યક્રમો અને મીટિંગો નિમિત્તે તેઓને વારંવાર મળવાનું થતું. જ્યારથી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળમાં હું જોડાયો ત્યારથી એ ત્રણે મહાનુભાવોના નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી હતી અને તેઓની સાચી ધાર્મિકતા, ત્યાગવૃત્તિ, સાદાઈ, સ્વભાવની સરળતા, નિઃસ્વાર્થ લોકસેવાની ભાવના, નવી પેઢીનું સાંસ્કારિક ઘડતર કરવાની ધગશ વગેરેની મારા મન ઉપર ઊંડી છાપ પડી હતી.
શ્રી ફતેહચંદકાકા અને શ્રી પ્રાણજીવનભાઈના સ્વર્ગવાસ પછી શ્રી મનસુખલાલભાઈ એકલા પડ્યા. તેમ છતાં ધાર્મિક શિક્ષણ અંગે અને અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળની પ્રવૃત્તિઓ અંગે તેઓ એટલા જ સક્રિય રહ્યા. એ મંડળની પ્રવૃત્તિઓ નિમિત્તે મારે એમના ગાઢ સંપર્કમાં આવવાનું બન્યું, વિશેષતઃ એમની સાથે વિજાપુર, મહુડી, ધામણ વગેરે સ્થળે વારંવાર જવાનું થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org