SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વંદનીય હૃદયસ્પર્શ તેઓ રાજીનામું મૂકી યુનિવર્સિટીમાંથી વહેલાં નિવૃત્ત થઈ ગયાં. જયાં સુધી કૉલેજમાં અધ્યાપિકા તરીકે હીરાબહેન કામ કરતાં હતાં ત્યાં સુધી તો તેમનો સમય ક્યાં પસાર થઈ જતો તેની ખબર પડતી નહિ. પરંતુ નિવૃત્ત થયા પછી તેમણે નજીકમાં ભારતીય વિદ્યા ભવનમાં રોજેરોજ જઈને પોતાના અધ્યયનની પ્રવૃત્તિ સતત ચાલુ રાખી હતી. પોતાને નોકર-ચાકરના સમય સાચવવાની પરાધીનતા નહોતી ગમતી. એટલા માટે તેઓ કેટલાંક ઘરકામ જાતે જ કરી લેતાં. તેઓ સાદાઈથી રહેતાં અને સ્વાશ્રયી જીવન જીવતાં. સાંજે ભવનમાંથી તેઓ ઘરે આવે ત્યારે મળવા આવનાર વ્યક્તિઓનો મેળો જામતો. તેઓ ઘણી જુદી જુદી સંસ્થાઓમાં સલાહકાર તરીકે માર્ગદર્શન આપતાં. મહિલાઓની સંસ્થાઓમાં તેઓ વધુ રસ લેતાં. નવોદિત લેખિકા કે કવયિત્રીઓને તેઓ સારું માર્ગદર્શન આપતાં. મુંબઈના સાહિત્યજગતમાં એક મુરબ્બી તરીકે તેમનું મોભાભર્યું સ્થાન હતું. તેઓ સાહિત્યિક અને અન્ય વિષયનાં વ્યાખ્યાનો કે ચર્ચાઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં. તેઓ સશક્ત અને તરવરાટવાળાં હતાં અને ઘણી પ્રવૃત્તિઓને પહોંચી વળતાં. અધ્યાપિકા તરીકેની નોકરીનું કોઈ બંધન ન હોવાથી અને પોતાની લેખનપ્રવૃત્તિ કંઈક મંદ પડવાથી તથા પાઠકસાહેબના ગ્રંથોના પુનર્મુદ્રણને માટે કરેલી મોટી યોજના માટે ઠીક ઠીક સમય આપવો પડતો હોવાથી ૧૯૫૭ પછી હીરાબહેનનું પોતાના ઘરે નિયમિત રહેવાનું ઓછું ને ઓછું થતું ગયું. ક્યારેક ત્રણચાર મહિના માટે તેઓ અમદાવાદ ગયાં હોય, ક્યારેક પોતાના ભાઈના ઘરે રહેવા ગયાં હોય, તો ક્યારેક વળી પોતાની ખાસ બહેનપણી બકા બહેનના ઘરે રહેવા ગયાં હોય. આવું વારંવાર બનવા લાગ્યું હતું. એથી મુંબઈના સાહિત્યજગત સાથેના હીરાબહેનના સંપર્કમાં ઓટ આવી હતી. વળી જ્યારથી તેઓ ઇગતપુરીમાં શ્રી ગોએન્કાજીની વિપશ્યના ધ્યાનની સાધના કરી આવ્યાં હતાં ત્યારથી તેમના જીવનમાં એક વળાંક આવેલો જોઈ શકાતો હતો. પહેલાં હીરાબહેન મળે ત્યારે દસ સવાલ પૂછે અને ઘણી માહિતી મેળવે. તેને બદલે હવે હીરાબહેનને ઓછા સંપર્કો અને એકાંતવાસ વધુ પ્રિય બન્યાં હતાં. ફોનમાં પણ તેઓ ટૂંકી અને મુદ્દાસરની વાત કરતાં. તેઓ બિલકુલ બહાર જતાં નહિ એવું નહિ, પરંતુ ઉપયોગી અને અનિવાર્ય હોય એવા જાહેર કાર્યક્રમોમાં જતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy