SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ મારા પિતાશ્રી મારા પૂજય પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ વિ. સં. ૨૦૧૨ના મહા વદ અમાસના દિવસે (તા. ૧૮મી ફેબ્રુઆરી, ૧૯૯૬ના રોજ) ૧OOમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ચિત્તની સ્વસ્થતા અને સમતા, નિર્બસનીપણું, કાયમ ઉણોદરી વ્રત અને પ્રભુભક્તિ એ એમના દીર્ધાયુનું રહસ્ય છે. આ ઉંમરે પણ તેઓ ઘરમાં લાકડીના ટેકા વગર ચાલે છે. જરૂર પડે તો ભીંતનો ટેકો લે છે. આખો દિવસ સતત બેઠેલા રહે છે. દિવસે ઊંઘતા નથી. પુસ્તકો અને છાપાંઓ નિયમિત વાંચે છે. (નેવું વર્ષની ઉંમર પછી તેમને બંને આંખે મોતિયો આવેલો તે ઉતરાવી લીધો હતો.) તેમને કાને બરાબર સંભળાય છે. માથે ટાલ પડી નથી. કેટલાક વખત પહેલાં કોઈ કોઈ વાળ પાછા કાળા થયા હતા. તેમના બધા દાંત પ્રૌઢાવસ્થામાં ગયેલા. ચોકઠું કરાવેલું પણ પહેર્યું નહિ. વગર દાંતે, પેઢાં મજબૂત થઈ ગયાં હોવાથી ખાઈ શકે છે. પાચનક્રિયા બરાબર ચાલે છે. રાતના સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય છે. રાતના પેશાબ કરવા ઊઠવું પડતું નથી. સંજોગોવશાત્ રાત્રે મોડા સૂવાનું થાય તો પણ વહેલી સવારે સમયસર ઊઠી જાય છે. તેમને શરીરમાં કોઈ બીમારી નથી. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, પાઇલ્સ, અસ્થમા કે એવો કોઈ રોગ નથી. ચાલીસેક વર્ષની ઉંમરે દમનો વ્યાધિ લાગુ પડ્યો હતો. તે વખતે ક્યારેક તો એ રોગના જીવલેણ હુમલો આવ્યા હતા. પરંતુ ભારે પુરુષાર્થ કરી એમણે એ રોગને એવો તો નિર્મૂળ કર્યો કે જિંદગીમાં બીજી વાર તે થયો નથી. એ વખતે ભાયખલામાં દવાખાનું ધરાવતા એક ભલા પારસી ડૉક્ટર દારૂવાલાની દવા એમને માફક આવી ગઈ હતી. - રોજ સવારે સાડા પાંચ કે છ વાગે ઊઠતાંની સાથે પથારીમાં બેઠાં બેઠાં જ તેઓ એક કલાક ઉચ્ચ સ્વરે પ્રભુસ્તુતિ કરે છે. આત્મરક્ષા મંત્ર, નવકાર મંત્રનો છંદ, ગૌતમ સ્વામીનો છંદ, રત્નાકર-પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. પહેલા તીર્થકર ઋષભદેવથી ચોવીસમા તીર્થંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001963
Book TitleVandaniya Hridaysparsh
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2005
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy