________________
ઉમેદભાઈ મણિયાર
પરમ મિત્ર. બંને એક જ ગામના, જામનગરના. તેઓ મનસુખભાઈને મળવા કૉલેજમાં આવતા અથવા મનસુખભાઈ સાથે ઉમેદભાઈને ઘરે મારે જવાનું કોઈ કોઈ વાર થતું.
હું સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયો તે પહેલાં એમ.એ.માં પાસ થયા પછી તરત જ કર્વે કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાવા મેં અરજી કરી હતી. ઇન્ટરવ્યૂ આપી આવ્યો હતો. એમ.એ.માં ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યો હતો એટલે બીજા ઉમેદવારો કરતાં મને આશા વધુ હતી. ત્યાર પછી એકાદ અઠવાડિયામાં જ વડોદરા લેખક-મિલનમાં જવાનું થયું. ત્યાં સુંદરજીભાઈ બેટાઈ અને ઉમેદભાઈએ મને અભિનંદન આપ્યા. અધ્યાપક તરીકે મારી પસંદગી થઈ છે અને ‘મુંબઈ પાછા જશો ત્યારે ઘરે નિમણૂકનો પત્ર આવી ગયો હશે' એવા સમાચાર જણાવ્યા. પરંતુ મુંબઈ આવ્યા પછી કેટલાય દિવસ સુધી નિમણૂકનો પત્ર ન આવ્યો, એટલે હું ઉમેદભાઈને ઘરે મળવા ગયો. એમણે કહ્યું, “ઇન્ટરવ્યૂમાં તમારી પસંદગી થઈ, રિપોર્ટ તૈયાર થયો. નિમણૂક માટેનો પત્ર લખાયો અને તેમાં પ્રિન્સિપાલની સહી પણ થઈ ગઈ. પરંતુ આપણી સંસ્થાઓમાં બને છે તે પ્રમાણે ખટપટ ચાલુ થઈ અને અરજી પણ કરી નથી, ઇન્ટરવ્યૂ પણ આપ્યો નથી એવી એક વ્યક્તિની નિમણૂક કરવાની હિલચાલ થઈ છે. અને એ વ્યક્તિને આજકાલમાં નિમણૂકનો પત્ર મળશે.” આ સમાચાર સાંભળી હું પહેલાં તો નિરાશ થયો, પણ પછી લાગ્યું કે જે થયું તે સારું થયું, કારણ કે ત્યાર પછી થોડા જ મહિનામાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે મારી નિમણૂક થઈ.
23
ઉમેદભાઈ સાથે આ રીતે મનસુખલાલ ઝવેરીને નિમિત્તે મારો પરિચય વધતો ગયો. પરંતુ તે વધુ ગાઢ થયો છેલ્લાં થોડાં વર્ષોમાં. યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછી ઉમેદભાઈએ મરીન ડ્રાઇવ પર સવાર-સાંજ ફરવાનું ચાલુ કર્યું. ફરવામાં અમે ઘણી વાર સાથે થઈ જતા અને સાહિત્ય-જગતના, અધ્યાપંકીય વ્યવસાયના, મુંબઈના જાહેર જીવનના એમ વિવિધ વિષયોની વાત એમની સાથે નીકળતી. મરીન ડ્રાઇવની પાળ પર બેસીને ઘણી વા૨ અમે કલાકો સુધી વાતો કરી છે. ઉમેદભાઈને ઘરે જવાનું મોડું થતું નહિ, કેમ કે તેઓ રાત્રે નવ-સાડા નવ પછી જમવા બેસતા. હું અને મારાં પત્ની જમીને સાંજે સાડા સાત વાગે ફ૨વા નીકળ્યાં હોઈએ ત્યારે ઉમેદભાઈ ચા-પાણી લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org