________________
સ્વ. કવિ બાદરાયણ
મુશ્કેલી પણ અનુભવવી પડતી.
ઈ. સ. ૧૯૬૦માં મહારાષ્ટ્ર એસ.એસ.સી. બૉર્ડે ગુજરાતી વિષયની અભ્યાસ સમિતિમાં મારી નિમણૂક કરી હતી. સમિતિમાં મારા વડીલો હતા રમણ વકીલ તથા મજમુદાર (બંને મૉડર્ન સ્કૂલના), સુંદરજી બેટાઈ અને ખુશમન વકીલ. અમારે બીજાં કામો ઉપરાંત મુખ્ય કામ તે એસ.એસ.સી. માટે ગદ્યપદ્ય-સંગ્રહ તૈયા૨ ક૨વાનું હતું. એમાં સૌથી નાનો હું હતો અને કૉલેજમાં ગુજરાતી વિષય ભણાવતો એટલે કવિતા, વાર્તા, નિબંધ વગેરે કૃતિઓ પસંદ કરવા માટે ગ્રંથો લઈ જવાની જવાબદારી મારે માથે હતી. કેટલીક વાર અમારી મિટિંગ ફાર્બસ ગુજરાતી સભાની લાઇબ્રેરીમાં થતી જેથી જે ગ્રંથ જોવો હોય તે તરત મળી જાય. એક વખત અમારી મિટિંગ પછી ફાર્બસના મંત્રી અને ગ્રંથપાલ શ્રી શંકરપ્રસાદ રાવળે રમણ વકીલને વાત કરી કે કોઈએ ફાર્બસ માટે અમુક મોટી રકમ બાદરાયણને આપી હતી કારણ કે બાદરાયણ ફાર્બસની સમિતિના સભ્ય હતા. એ રકમ ચારેક મહિના થયા છતાં બાદરાયણે ફાર્બસમાં જમા કરાવી નથી. એ વખતે મેં કહ્યું કે બાદરાયણને હમણાં આર્થિક મુશ્કેલી રહે છે. એ સાંભળી રમણ વકીલે તરત કહ્યું, ‘અરે એમને આટલી તકલીફ છે પણ મને વાત પણ નથી કરી. અમે કૉલેજના વર્ષોથી ગાઢ મિત્રો છીએ.’ પછી કહ્યું, ‘શંકરપ્રસાદ, કાલે બાપુ (પ્યૂન)ને મારી મોર્ડન સ્કૂલમાં મોકલી ૨કમ મંગાવી લેજો અને જમા કરી દેજો. આ વાત હવે કોઈને ક૨શો નહિ.’ રમણ વકીલે ફાર્બસમાં રકમ જમા કરાવી એટલું જ નહિ, બાદરાયણને ઘરે જઈ એમને સારી આર્થિક મદદ પણ કરી હતી.
૧૯૫૭-૫૮માં ઑલ ઇન્ડિયા રેડિયોએ બધી ભાષાઓમાં બે પાર્ટટાઇમ પોસ્ટ ઊભી કરી - પ્રોગ્રામ આસિસ્ટન્ટની. મુંબઈમાં રેડિયોના ગુજરાતી વિભાગમાં એ માટે નિમણૂક થઈ મનસુખલાલ ઝવેરીની વાર્તાલાપ-ચર્ચા વગેરેના કાર્યક્રમો માટે અને ભાનુશંકર વ્યાસની રેડિયો-રૂપકો માટે. રેડિયો પર ત્યારે ગિજુભાઈ વ્યાસ એસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા. બાદરાયણના એ પ્રિય વિદ્યાર્થી. એમણે બાદરાયણને આ નોકરી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ નોકરીથી બાદરાયણની આર્થિક ચિંતા નીકળી ગઈ. પરંતુ આ સમય દરમિયાન બાદરાયણની તબિયત બગડી. સતત આર્થિક ચિંતામાં વર્ષો પસાર થયાં એટલે એમને હૃદયરોગની તકલીફ વધી હતી. વળી એમનું
Jain Education International
૪૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org