________________
૪૧૭
સ્વ. પ્રો. તનસુખભાઈ ભટ્ટ
વાદળ પડદા વિશાળ; પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ એવા રે મારગ અમે સંચર્યા.
શાશ્વત સુખમાં તેઓ કહે છે :
આત્મા મહીં કિન્તુ નિહાળતો નિધિ,
જયાં શાશ્વતી જ્ઞાનપ્રમોદસંસ્થિતિ, જાણી જીવી જીવનમાર્ગ દાખવી,
સંતો મહા એ પદમાં ગયા મળી. જગતથી ન્યારા અને જગતની કોઈ વસ્તુની સ્પૃહા ન રાખનારા તનસુખભાઈ “મનીષા” કાવ્યમાં કહે છે :
નવ અંતર યાચના હજો, નવ રીઝો ઉર ભોગિદર્શને,
જગ નિઃસ્પૃહ ને જલે છલી ઝરણી અંતરની વહો વહો. એક કવિ તરીકે તનસુખભાઈએ સારી સિદ્ધિ મેળવી હતી. છંદોબદ્ધ કાવ્યો અને ગેય રચનાઓ બંનેમાં તેમની શક્તિ સુપેરે આવિષ્કાર પામી હતી. મધ્યવયમાં આસપાસના સંજોગોએ જો એમની કવિપ્રતિભા કુંઠિત ન કરી નાખી હોત તો કવિ તરીકે એમણે મોટું નામ કાઢ્યું હોત. ગાંધીજીના હાથ હેઠળ સંસ્કારસિંચન પામેલી તેજસ્વી વ્યક્તિનો જીવનવિકાસ બાહ્ય દષ્ટિએ કેવો વિપરીત અને વિષમ બની ગયો ! અલબત્ત પોતાની અંતર્મુખતાએ તો એમને ધન્ય જ બનાવ્યા હતા.
મારા વિદ્યાગુરુ સ્વ. તનસુખભાઈ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પી છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org