________________
૧૨૦
વંદનીય હૃદયસ્પર્શ આપણે તો મિત્રો છીએ.” મેં કહ્યું કે “આપ વડીલ છો અને પિતાતુલ્ય છો. માટે એમ લખવું તે મારું કર્તવ્ય છે.” એમણે કહ્યું : “આવું બધું તિંગ છોડો. દોસ્તીના દાવે પત્ર લખશો તો જ જવાબ આપીશ.'' પછી વાતને મજાકનો વળાંક આપીને એમણે કહ્યું કે “૨મણભાઈ, તમે આવું શું કામ લખ્યું છે તેની મને ગંધ આવી ગઈ છે. તમારી દાનત મારા દીકરા થઈને મારી પચીસ-પચાસ લાખ રૂપિયાની જે મિલકત છે તે વારસા તરીકે તમે પડાવી લેવા ઇચ્છો છો. પણ હું તમને મારી મિલકત લેવા નહિ દઉં.” મેં કહ્યું, ‘“તમારી મિલકત કેટલી છે તે હું જાણું છું. તમે પૈસાની જરૂર પડી ત્યારે તમારો રણજિતરામ સુવર્ણચંદ્રક વેચી દીધો છે. તમારી પાસેથી વારસામાં પચીસ-પચાસ લાખની નહિ, પાંચપંદર હજારની આશા રાખવી એ પણ વ્યર્થ છે.” ચંદ્રવદન સાથે આવી નિખાલસ મજાક કરી શકાતી.
ચંદ્રવદનની પત્ર લખવાની એક જુદી શૈલી હતી. તેઓ કેટલીય વાર પોસ્ટકાર્ડ લખે તો તેનો આગળનો ભાગ કોરો રાખે અને સરનામાની ડાબી બાજુ એક-બે લીટી લખી હોય. તેઓ ઘણી વાર તારની ભાષામાં પત્ર લખતા. પત્રમાં તેઓ તારીખ, પોતાનું સરનામું કે સંબોધન કે બીજું કશું લખતા નહિ અને છેલ્લે પોતાનું નામ પણ લખતા નહિ. અજાણ્યાને ખબર ન પડે કે આ કોનો પત્ર છે. કોઈ વાર એમનું કાર્ડ મારા ઉપર આવ્યું હોય. આખા કાર્ડમાં માત્ર એટલું જ લખ્યું હોય : “મંગળવાર : ચાર : ફાર્બસ.'' તો સમજી લેવાનું કે મંગળવારે ચાર વાગે ફાર્બસ પર મારે તેમને મળવાનું છે.
ચંદ્રવદને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કવિ નરસિંહરાવના વિદ્યાર્થી હતા. નરસિંહરાવ પાસે અભ્યાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ચંદ્રવદનના સમયમાં કવિ બાદરાયણ, સુંદરજી બેટાઈ, અમીદાસ કાણકિયા, ગૌરીપ્રસાદ ઝાલા, રમણ વકીલ વગેરે હતા. આ બધામાં ચંદ્રવદન સિનિયર હતા. એમની સાથે ગુજરાતી વિષય ન લેનાર વર્ગના બીજા તેજસ્વી વિદ્યાર્થીઓમાં ચીમનલાલ ચકુભાઈ શાહ, મીનુ મસાણી વગેરે હતા. એ દિવસોમાં કૉલેજના વિદ્યાર્થીઓ એકબીજાને નામના ટૂંકા અક્ષરે બોલાવતા. ચંદ્રવદન ચીમનલાલને બધા સી. સી. કહેતા. તેવી જ રીતે ચીમનલાલ ચકુભાઈને પણ બધા સી. સી. કહેતા. એથી તેઓ બંને વચ્ચે ઘણી વાર નામનો ગોટાળો થતો. એક વખત ચીમનલાલ ચકુભાઈને ચંદ્રવદનને મળવાની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org