________________
૨૯૪
વંદનીય હૃદયસ્પર્શ ગ્રાંટ કમિશનના નિયમ અનુસાર ઉમેદવારે અવશ્ય અરજી કરવી જ જોઈએ. અને ઉમાશંકર અરજી કરવા ઇચ્છતા નહોતા. (જોકે પછી ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયના પ્રોફેસરનો હોદ્દો કરવામાં આવ્યો ત્યારે યુનિવર્સિટીના નિયમના બંધનને કારણે ઉમાશંકરને એ હોદ્દા માટે નછૂટકે અરજી કરવી પડી હતી.)
સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રોફેસરના હોદ્દા માટે સ્થાનિક અધ્યાપકો શ્રી ચતુરભાઈ પટેલ અને શ્રી મંજુલાલ મજમુદાર સહિત ગુજરાતના તે વખતના નામાંકિત અધ્યાપકોએ આ હોદ્દા માટે અરજી કરી હતી. પરંતુ તેમાં વરણી યુવાન અધ્યાપક ડૉ. ભોગીલાલ સાંડેસરાની થઈ હતી. આ એક જ ઘટનાએ ડૉ. સાંડેસરાને ઘણી ખ્યાતિ અપાવી. વળી સયાજીરાવ યુનિવર્સિટી સ્થાનિક યુનિવર્સિટી હતી. એટલે આંતર યુનિવર્સિટી ક્ષેત્રે પણ ડૉ. સાંડેસરાને આ સ્થાન દ્વારા ઘણી તક મળી. ગુજરાતી ઉપરાંત પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના ક્ષેત્રે જ્યાં જ્યાં કાર્યક્રમો થતા ત્યાં ત્યાં ડૉ. સાંડેસરાને અવશ્ય નિમંત્રણ મળતું. કેટલીયે યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના પરીક્ષક તરીકે તેમની પસંદગી થતી.
ઓરિએન્ટલ કૉન્ફરન્સમાં પણ તેમને માનભર્યું સ્થાન મળતું અને એક વાર તેઓ પ્રાકૃત વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિમાયા હતા. ન્યૂયૉર્કના રોકફેલર ફાઉન્ડેશન તરફથી એમને નિમંત્રણ મળ્યું હતું. એ વખતે એમણે “પૃથ્વીની પ્રદક્ષિણા' નામનું પોતાના અનુભવનું પુસ્તક લખ્યું હતું.
કેટલાંક વર્ષ પછી ડૉ. સાંડેસરાને પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટરનો હોદ્દો પણ મળ્યો. એમણે હરગોવિંદદાસ કાંટાવાળાની બંધ પડેલી ગ્રંથશ્રેણી ચાલુ કરી અને સ્વાધ્યાય' સામયિક પણ શરૂ કર્યું. એમાં એમને ડૉ. સોમાભાઈ પારેખનો સારો સહકાર મળ્યો હતો. ડૉ. સાંડેસરાએ પ્રાચ્ય વિદ્યા મંદિરના ડાયરેક્ટર તરીકે તથા સયાજીરાવ યુનિવર્સિટીના સિન્ડિકેટના સભ્ય તરીકે ઘણું મોટું સ્થાન ગુજરાતમાં જમાવ્યું હતું. ગુજરાતના કેળવણી ક્ષેત્રે તેમની પ્રતિષ્ઠા ઘણી મોટી હતી. ડો. સાંડેસરાની યશસ્વી કારકિર્દીનો એ ચડતો કાળ હતો. એ વખતે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક થવાની હતી. એ માટે જે ત્રણ-ચાર નામ બોલાતાં હતાં તેમાં એક નામ ડૉ. સાંડેસરાનું પણ હતું. એ અરસામાં મારે વડોદરા એમના ઘેર જવાનું થયું હતું. ત્યારે મેં એમની વાઈસ ચાન્સેલર તરીકેની નિમણૂકની સંભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org