________________
૧ ૨૪
વંદનીય હૃદયસ્પર્શ શાલિભદ્રનું નાટક લખાઈ ગયું છે.” એમણે લખેલું આ નાટક જોવા મળે તે પહેલાં તો તેઓ વિદાય થઈ ગયા.
ચંદ્રવદન વડોદરાના. એમના પિતાશ્રીએ રેલવેમાં નોકરી કરેલી. એટલે બાલ્યા કાળથી જ ચંદ્રવદનને રેલવેની મુસાફરીની આદત પડી ગયેલી. રેલવેની એમની જાણકારી પણ એટલી બધી. કેટલાંક વર્ષ પહેલાં એમણે એક વર્તમાનપત્રમાં રેલવેએ સમયપત્રકમાં અને અન્ય સુધારા કેવા કેવા કરવા જેવા છે તે વિશે રોજ એક નવું ચર્ચાપત્ર લખવાનું ચાલુ કરેલું. જો તેમને ભારતના રેલવેપ્રધાન બનાવ્યા હોત તો ભારતની રેલવે ખરેખર આધુનિક્તાથી સુસજ્જ અને કરકસરવાળી હોત !
વડોદરામાં જ્યારે ત્યાં સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેના પ્રથમ વાઈસ ચાન્સેલર તથા લેખિકા શ્રીમતી હંસાબહેન મહેતાને વડોદરાના નવલકથાકાર રમણલાલ વ. દેસાઈ તથા ઉમાશંકર જોશીએ ભલામણ કરી હતી કે કોઈથી ન બંધાય એવા આ ભટકતા અલગારી શક્તિશાળી લેખક ચંદ્રવદન મહેતાને એમની શરતે તમે યુનિવર્સિટીના “ખીલે બાંધશો તો ગુજરાતી સાહિત્યને એથી ઘણો લાભ થશે.”
હંસાબહેને એ સૂચન સ્વીકારી લીધું. યુનિવર્સિટીમાં એક ખાસ ઠરાવ કરાવીને ચંદ્રવદન જીવે ત્યાં સુધી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી શકે અને વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરી શકે એમ નક્કી કરાવ્યું. આથી ચંદ્રવદનને એક મથક મળી ગયું અને એથી જ તેઓ છેલ્લા ચાર દાયકામાં આટલું બધું લેખનકાર્ય કરી શક્યા. ચંદ્રવદન હંસાબહેનનો ઉપકાર ભૂલે નહિ. મુંબઈ આવે ત્યારે હંસાબહેનને વખતોવખત મળી આવે. એકાદ વખતે હું પણ એમની સાથે હંસાબહેનને ઘરે ગયેલો. - ચંદ્રવદન ક્યારે મિજાજ ગુમાવશે એ કહી શકાય નહિ. જમવા બેઠા હોય અને કોઈ આગ્રહપૂર્વક તેમના ભાણામાં પ્રેમથી વધારે પીરસે તો ચંદ્રવદન ચિડાઈને ઊભા થઈ જાય. હાથ ધોઈ નાખે. એમના મિજાજને ઉમાશંકર બરાબર જાણે અને છતાં તેઓ ચંદ્રવદન પ્રત્યે એટલો જ પ્રેમ ધરાવે. એક વખત ચંદ્રવદન, ઉમાશંકર અને સુંદરજી બેટાઈ મારે ઘરે જમવાના હતા. ઉમાશંકરને પૂરણપોળી બહુ ભાવે. ચંદ્રવદનને સૂકી તળેલી ગુવારસિંગ બહુ ભાવે. બેટાઈ મરચાં વિનાનું ખાય. ચંદ્રવદનનો પહેરવેશ વખતોવખત જુદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org