________________
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૩૧
પણ બહાર મંગાવતા. હીંચકાનો એમને શોખ પણ હતો. પોતાના ચિંતનમનન માટે તેમને હીંચકો વધારે ફાવતો.
વિષ્ણુભાઈએ કૉલેજમાં ગુજરાતી વિષય શીખવવાનું ચાલુ કર્યું ત્યારે એ વિષયના બીજા અધ્યાપક તે વિજયરાય વૈદ્ય હતા. વિજયરાય વિષ્ણુભાઈ કરતાં બેત્રણ વર્ષ મોટા હતા. પરંતુ એમ. ટી. બી. કૉલેજમાં વિષ્ણુભાઈ કરતાં દસેક વર્ષ મોડા જોડાયા હતા, બંનેની અધ્યાપનશૈલી જુદી જુદી હતી. બંનેની પ્રકૃતિ પણ જુદી જુદી હતી. બંનેના ઉચ્ચારની લઢણ પણ જુદી જુદી હતી. વિજયરાય વર્ગમાં નોટ્સ વધારે લખાવતા. વિષ્ણુભાઈ નોટ્સ ન લખાવતાં મોઢેથી સમજાવતા. પછીનાં વર્ષોમાં વિદ્યાર્થીઓ માંહોમાંહે વિષ્ણુભાઈ માટે ‘વી.આર. ત્રિવેદી’ અને વિજયરાય માટે ‘વિજુકાકા’ એવો ઉલ્લેખ કરતા. વિજયરાયે ત્યારે ‘કૌમુદી' નામનું પોતાનું સામયિક બંધ પડ્યા પછી ‘માનસી’ નામનું સામયિક ચાલુ કર્યું હતું. એ દિવસોમાં પણ સામયિક ચલાવવાનું એટલું સહેલું ન હતું. એમાંથી અર્થપ્રાપ્તિ થતી નહિ, પરંતુ ગાંઠના પૈસા જોડવા પડતા. વિજયરાય કૉલેજના પગારમાંથી પૈસા બચાવીને ‘માનસી'માં પૈસા ખર્ચતા, પરંતુ ‘માનસી' બંધ ક૨વા માટે તેઓ તૈયાર નહોતા. આર્થિક મુશ્કેલીઓ ઘણી વધી ગઈ ત્યારે ‘માનસી'માં દરેક અંકમાં ‘ઘંટનાદ’ એવા શીર્ષક હેઠળ ‘માનસી’ને આર્થિક સહાય કરવા માટે તેઓ અપીલ કરતા. એમ કરવા છતાં પણ પૂરતી રકમ ન મળે ત્યારે હઠાગ્રહપૂર્વક મિત્રો-સંબંધીઓ પાસેથી ‘માનસી’નું લવાજમ ઉઘરાવતા. કેટલાય સાહિત્યકારોને એમનીઆ લવાજમલૂંટ પસંદ પડતી નહિ. વિજયરાય આ રીતે સાહિત્યકારોના પૈસા લૂંટે છે એવા અર્થમાં એક કટાક્ષલેખ એમના સમવયસ્ક સૂરતી ચંદ્રવદન મહેતાએ તે સમયે ‘વજુ ધાડપાડુ' શીર્ષકથી લખ્યો. (જોકે એમના કરતાં મોટા ધાડપાડુઓથી ગુજરાતી સાહિત્ય આજે વધારે સમૃદ્ધ છે !) ત્યાર પછી વિષ્ણુભાઈને ત્યાં ચંદ્રવદન અને વિજયરાય મળ્યા ત્યારે તેઓ ત્રણ આ વિષય પર નિખાલસતાથી ખૂબ હસ્યા હતા. વિજયરાયે ચંદ્રવદનના લેખને અત્યંત ખેલદિલીથી સ્વીકાર્યો હતો. ત્યાર પછી જ્યારે ‘માનસી’ વધારે ડગુમગુ થયું અને આર્થિક સહાય ન મળી ત્યારે વિજયરાયે પત્ની પાસે ઘરેણાં વેચવા માટે માગ્યાં. એ વખતે વિજયરાયનાં પત્ની વિષ્ણુભાઈને ત્યાં રોતાં રોતાં પહોંચ્યાં હતાં. વિષ્ણુભાઈએ વિજયરાયને સમજાવ્યા હતા કે, “પત્નીનાં ઘરેણાં વેચીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org