________________
૧૪ ભૃગુરાય અંજારિયા
ભૃગુરાય અંજારિયા એટલે સાહિત્યના ક્ષેત્રની એક સંનિષ્ઠ, સજાગ, નીડર અને નિખાલસ એવી બહુશ્રુત, વિરલ પ્રતિભા ૬૬ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં એમનું અવસાન થયું હતું.
ભૃગુરાયનો અવાજ હજુ મારા કાનમાં ગુંજયા કરે છે. એમની તેજસ્વી મુખમુદ્રા નજર સામે તરવરે છે. એમના અવાજમાં શુદ્ધ નાગરી ઉચ્ચારણનો રણકો સંભળાય. એમની મુખમુદ્રામાં ૬૬ની ઉંમરે એમના તમામ કાળા મુલાયમ વાળ અને એમનાં માર્મિક નયનો આપણું ધ્યાન ખેંચે. ભૃગુરાય એટલે પારદર્શી વ્યક્તિત્વ. દંભનો પડછાયો પણ એમને ન અડે.
એમના નામથી પહેલવહેલો હું પરિચિત થયો ૧૯૪૪માં, ઝેવિયર્સ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયો ત્યારે. કૉલેજના ગુજરાતી સામયિક રમિ'માં કવિ કાન્તની કવિતા વિશે એમનો લેખ છપાયો હતો. એ વાંચતાં જ નાની વાતની પણ ઝીણવટપૂર્વક ચકાસણી કરનાર આ કોઈ વિદ્વાન વ્યક્તિ છે એવી છાપ પડેલી. પછીથી તો અમારા પ્રોફેસર ગૌરીપ્રસાદ ઝાલાના મુખેથી એમનાં વખાણ પણ સાંભળેલાં.
ભૃગુરાયે સાહિત્યના અને ઇતર ક્ષેત્રોના અનેકવિધ વિષયોનો અભ્યાસ કર્યો હતો, પરંતુ કવિ કાન્તવિશેનો એમનો અભ્યાસ જીવનના અંત સુધી ચાલ્યા કર્યો હતો. કાન્ત વિશે ગુજરાતી સાહિત્યમાં એમના જેટલી કોઈની જાણકારી નહિ. સુલભ ગ્રંથો તો સહુ કોઈ વાંચી શકે, પણ જૂનાં છાપાં, ચોપાનિયાં, વ્યક્તિઓનાં સ્થળોની રૂબરૂ મુલાકાત દ્વારા એમણે કાન્ત વિશે ઝીણી ઝીણી ઘણી રસિક માહિતી એકઠી કરેલી. મુંબઈમાં કયે દિવસે કેટલા વાગે સાઈનેગોગમાં કોઈ યહુદીને મળીને કાન્ત શી ધર્મચર્ચા કરી હતી તે બૃગુરાય જાણે. કાન્તની કડીબદ્ધ વિગતો એમની પાસેથી સાંભળવા બેસીએ તો જલદી પાર ન આવે.
માત્ર કાન્ત નહિ, પંડિત યુગના તમામ સમર્થ સર્જકો વિશે ભૃગુરાય આપણને ખબર ન હોય એવી વિગતો તારીખવાર કહે. એમને તારીખો અને સાલ આપણને છક કરી નાખે એટલી બધી યાદ હોય. કોઈ પુસ્તકમાં કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org