________________
ઉમાશંકર જોશી વ્યાકુળતા કેવી હતી તે આ પ્રસંગ દર્શાવે છે.
ઉમાશંકર જોશીનું ૧૯મી ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, ૭૭ વર્ષની ઉંમરે મુંબઈમાં કેન્સરની બીમારીથી અવસાન થયું. અવસાનના થોડા દિવસ પહેલાં હૉસ્પિટલમાં અમે ઘરનાં બધાં એમની ખબર કાઢવા ગયાં હતાં. તેઓ એટલા જ સ્વસ્થ હતા. એમની સ્મૃતિ પણ એટલી જ સતેજ હતી. અમારા બંને સંતાનો ચિ. શૈલજા અને ચિ. અમિતાભને, અમારે ઘરે પોતે ઊતરતા તે સમયના પ્રસંગો સહિત યાદ કર્યા હતાં. એમની સાથેનું એ છેલ્લું યાદગાર મિલન હતું.
ઉમાશંકર અને જ્યોસ્નાબહેન બંને મુંબઈમાં અવસાન પામ્યાં. બંનેએ પોતાના દામ્પત્યજીવનની અને કારકિર્દીની શરૂઆત મુંબઈથી કરેલી. પછી અમદાવાદમાં કાયમનો નિવાસ કર્યો. પણ બંનેએ અંતિમ શ્વાસ મુંબઈની ભૂમિમાં લીધો. એમાં પણ કોઈ યોગાનુયોગ જ હશે !
ઉમાશંકર સાથે એમનાં કુટુંબીજનો, સગાંસંબંધીઓ, મિત્રો વગેરે અનેક વ્યક્તિઓ કરતાં અમારો સંબંધ કેટલો બધો ઓછો હતો ! તેમ છતાં ઉમાશંકરના આમ, કેટલા બધા પ્રસંગો નજર સામે તરવરે છે ! સતત પરિભ્રમણશીલ રહેનાર અને સતત અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવનાર, સતત તાજગીસભર એવા એમના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંનો પરિચય કે અનુભવ અનેકને થયો હશે ! એમના પ્રેરક અને પ્રભાવક જીવનમાંથી અમારી જેમ અનેકને પ્રેરણા મળતી રહેશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org