________________
અમૃતલાલ યાજ્ઞિક
૧૭૯ પડ્યા. પછી યાજ્ઞિકસાહેબનો સરસ કાગળ આવ્યો. એમની નિખાલસતા, એકરાર, ક્ષમાયાચના વગેરેએ અમને પ્રભાવિત કર્યા. સ્નેહની તૂટેલી ગાંઠ વધુ સારી રીતે દઢ થઈ.
ઈ. સ. ૧૯૭૦માં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગની સ્થાપના થઈ અને એના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ. ત્યારપછી યાજ્ઞિકસાહેબ સાથે નિયમિત રીતે વધુ સંપર્કમાં આવવાનું બન્યું. ગુજરાતી બૉર્ડના તેઓ ચેરમેન હતા, પરંતુ એની મીટિંગ બોલાવવી, મિનિટ્સ લખવી વગેરેથી માંડીને બધી
જવાબદારી મને સોંપી હતી. મીટિંગઅગાઉ બે-ત્રણ દિવસ પહેલાં અમે મળી લેતા અને બધી કાર્યવાહી વિચારી લેતા. ગુજરાતી વિભાગની બધી જ પ્રવૃત્તિઓમાં તેમનો પૂરો સહકાર મળી રહેતો. ગુજરાતી વિભાગ તરફથી દર વર્ષે મુંબઈના ગુજરાતી વિષયના અધ્યાપકોનું સંમેલન અમે યોજતા, તેમાં તેઓ અચૂક હાજર રહી સક્રિય ભાગ લેતા. સંમેલન જુદી જુદી કોલેજોમાં યોજવામાં આવતું, પરંતુ કોઈ કૉલેજનું નિમંત્રણ કદાચ વેળાસર ન મળે તો એમની કૉલેજમાં ટૂંકી મુદતે પણ યોજવા માટે તેમણે કહી રાખ્યું હતું. ત્રણેક વખતે તો એમની મીઠીબાઈ કૉલેજમાં સંમેલન યોજાયું હતું અને જ્યારે જ્યારે એમની કૉલેજમાં સંમેલન યોજાયું હતું. ત્યારે અધ્યાપકો પાસેથી ભોજન અને ચાપાણીના ખર્ચની રકમ એમણે લેવાની ના પાડી હતી અને તે રકમ પોતાના તરફથી પ્રેમ અને આનંદપૂર્વક આપવાનો આગ્રહ રાખ્યો હતો.
અધ્યાપનક્ષેત્રમાં પોતે સક્રિય હતા ત્યાં સુધી યાજ્ઞિકસાહેબે લેખનકાર્ય ખાસ કર્યું નહોતું, પરંતુ કૉલેજનાં અંતિમ વર્ષોમાં અને નિવૃત્ત થયા પછી એમણે પોતાનું લેખનકાર્ય ચાલુ કર્યું, તેમણે પોતાના વિવેચનલેખો ‘ચિદ્દોષ'ના નામથી છપાવ્યા, પરંતુ તેના કરતાં પણ તેમના સ્વાનુભવમૂલક પ્રસંગો અને ચિંતનાત્મક લેખો વધુ પ્રગટ થયા. “હોઠ નહિ, હૈયું બોલે છે' નામની તેમની “મુંબઈ સમાચારમાં પ્રગટ થતી કૉલમ બહુ લોકપ્રિય બની હતી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના સંપર્કમાં આવવાને લીધે તથા વિવિધ સંસ્થાઓમાં સંકળાયેલા હતા તેને કારણે, તેમનું જીવન અનુભવસમૃદ્ધ બન્યું હતું. તેમનાં આત્મગંગોત્રીનાં પુનિત જળ', જગગંગાનાં વહેતાં નીર', “જાગીને જોઉં તો”, “મુખડા ક્યા દેખે દર્પણ મેં', કુટુંબજીવનનાં રેખાચિત્રો', ‘વિદ્યાસૃષ્ટિના પ્રાંગણમાં' ઇત્યાદિ પુસ્તકો
તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org