________________
વંદનીય હૃદયસ્પર્શ
ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં સારા માર્ક્સ મળતાં હીરાલાલભાઈને શિષ્યવૃત્તિ મળી હતી. વળી ગણિતના વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવવાને માટે એમને ‘કામા પ્રાઇઝ’ મળ્યું હતું. આ પ્રાઇઝને લીધે જ તેઓ ગણિત જેવો અત્યંત કઠિન વિષય બી.એ.માં પણ લેવા પ્રેરાયા હતા. ૧૯૧૪માં તેઓ ગણિતના વિષય સાથે પરીક્ષામાં બેઠા અને બી.એ. ઓનર્સની ડિગ્રી પ્રાપ્ત કરી. એમાં પણ ઘણા સારા માર્ક્સ સાથે તેઓ પાસ થયા અને આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળી એટલે એમ.એ.નો અભ્યાસ જાતે કરવો પડતો. તૈયા૨ી થાય ત્યારે વિદ્યાર્થીઓ અગાઉથી નામ નોંધાવીને પરીક્ષા આપી શકતા. હીરાલાલભાઈને એ તૈયારી કરતાં ચાર વર્ષ લાગ્યાં.
૩૫૦
૧૯૧૮માં ગણિતના વિષય સાથે હીરાલાલભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. ગણિતનો વિષય એટલો કઠિન ગણાતો કે બી.એ.માં જ બહુ ઓછા વિદ્યાર્થીઓ એ વિષય લેતા અને એમ.એ.માં તો એથી પણ ઓછા વિદ્યાર્થીઓ રહેતા. વળી એ વિષયના પ્રશ્નપત્રો એટલા અઘરા નીકળતા કે કેટલીક વાર તો કોઈ વિદ્યાર્થી પાસ પણ ન થઈ શકે. હીરાલાલભાઈ એમ.એ. થયા એ વર્ષે ગણિતના વિષયમાં પાસ થનાર ફક્ત તેઓ એકલા જ હતા.
હીરાલાલભાઈના બંને ભાઈઓ પણ ભણવામાં તેજસ્વી હતા. એમના ભાઈ મણિલાલભાઈ ફિઝિક્સનો વિષય લઈ બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. ત્યાર પછી એમણે એ વિષયના પ્રાધ્યાપક તરીકે કૉલેજમાં કાર્ય કર્યું હતું. એમણે પોતાના વિષયમાં સંખ્યાબંધ સંશોધનલેખો લખ્યા હતા.
હીરાલાલભાઈના બીજા ભાઈ ખુશમનભાઈ કેમિસ્ટ્રીના વિષય સાથે બી.એસસી.માં અને એમ.એસસી.માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યા હતા. એમણે મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એ વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. દુર્ભાગ્યે નાની વયે તેઓ અવસાન પામ્યા હતા.
આમ કાપડના વેપારી રસિકદાસના ત્રણે તેજસ્વી પુત્રોએ મુંબઈમાં આવી શિક્ષણના ક્ષેત્રમાં કૉલેજના પ્રોફેસર તરીકે કાર્ય કર્યું હતું.
હીરાલાલભાઈ બી.એ.ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઓગણીસ વર્ષની વયે, ઈ.સ. ૧૯૧૩માં (વિ.સં. ૧૯૬૯માં) વૈશાખ વદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org