________________
૧૫૮
વંદનીય હૃદયસ્પર્શ યુનિવર્સિટીના લોકસાહિત્યના વિષયના બોર્ડના સભ્ય તરીકે પણ તેમણે ઘણાં વર્ષો સુધી ઉપયોગી સેવા અને માર્ગદર્શન આપ્યાં હતાં. કોઈ કોઈ વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિલેકશન સમિતિમાં કે અન્ય કોઈ સમિતિમાં અમે સાથે મળતા ત્યારે એમના ઉષ્માભર્યા ઉદાર સ્વભાવની અને ઊંડા અધ્યયનની છાપ અમારા ચિત્ત પર અવશ્ય પડતી.
એક વખત રાજકોટમાં એમના ઘરે મળવા હું ગયો હતો ત્યારે ત્યાંની યુનિવર્સિટી અને સાહિત્યના જાહેર ક્ષેત્રની કેટલીક વાતો નીકળી. તેમણે ત્યારે કહ્યું હતું કે પોતે જાહેર સમિતિઓમાં અને સભાઓમાં હવે બહુ ઓછું જાય છે. એનું કારણ પોતાનો અત્યંત સંવેદનશીલ સ્વભાવ છે. કોઈક વાત નીકળે અને ચર્ચા થાય તો એ વિષય પછી પોતાના મનમાં લાંબા સમય સુધી ઘોળાયા. કરે છે. કોઈક વખત એથી રાત્રે ઊંઘ સરખી આવતી નથી. એના કરતાં ઘરે શાંતિથી બેઠાં હોઈએ અને મનગમતું વાંચતાં હોઈએ તો ચિત્તની કોઈ વ્યગ્રતા ઊભી થતી નથી અને દિવસ સારી રીતે પસાર થાય છે.
યુવાનવયે જયમલ્લભાઈ ઘણું ફર્યા છે. ઘણી સભાઓનું સંચાલન કર્યું છે. ઘણા કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને એનો આનંદ પણ માણ્યો છે, પરંતુ ઉંમર થતાં નાની નાની અણગમતી વાતોના પ્રત્યાઘાતો ઝીલવાની એમની શક્તિ ઓછી થતી જતી હતી. આપણા રાજકીય, સાહિત્યિક, શૈક્ષણિક જાહેર જીવનમાં છાશવારે કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય છે અને ચર્ચાવિવાદના વંટોળ ઊભા થતા હોય છે. એનાથી અલિપ્ત રહેવામાં એમને મનની વધુ શાંતિ અનુભવવા મળતી હતી.
સ્વ. જયમલ્લભાઈનું સ્મરણ થતાં શ્રી રતુભાઈ અદાણીનું સ્મરણ અવશ્ય થાય. ઠેઠ કિશોરવયથી જ તેઓ બંને જીગરજાન દોસ્ત રહ્યા હતા. બંને નિયમિત મળે અને એકબીજાની પ્રવૃત્તિથી સતત માહિતગાર રહે. સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંમેલન યોજવું હોય તો જો રતુભાઈ અદાણી અને જયમલ્લ પરમારને તેની જવાબદારી સોંપવામાં આવે તો નિશ્ચિત બની જવાય, કારણ કે આયોજનની સૂઝ અને વહીવટી દૃષ્ટિને લીધે તેઓ બે-ચાર દિવસનો આખો કાર્યક્રમ સાંગોપાંગ સારી રીતે પાર પાડી શકે. હું જયારે જ્યારે જયમલ્લભાઈને મળ્યો છું ત્યારે ત્યારે શ્રી રતુભાઈ અદાણીની વાત અવશ્ય નીકળતી. “જીવરાજ મહેતા ટ્રસ્ટના તેઓ મુખ્ય ટ્રસ્ટીઓ એટલે તેના ઉપક્રમે કરવામાં આવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org