________________
વંદનીય હૃદયસ્પર્શ હતી. ઊઠવા-બેસવામાં એમને શ્રમ પડતો હતો; ટેકાની જરૂર પડતી હતી. એમણે તે પ્રસંગે મને કહ્યું, “રમણભાઈ, મારી પગની તકલીફ વધતી જાય છે. મુંબઈમાં કોઈ સારા ડૉક્ટરને બતાવવા આવવું છે. તમે એ માટે તપાસ કરી રાખજો.” સોનગઢના સાહિત્ય સમારોહ પછી પાલીતાણામાં પૂ. યશોદેવસૂરિજી પાસે હું ગયો હતો ત્યારે ત્યાં પણ શ્રી નાહટાજી એમને મળ્યા હતા અને ત્યારે પણ પોતાના ઘૂંટણની તકલીફ અંગે ફરી મને યાદ કરાવ્યું હતું. મુંબઈ આવીને એમને પત્ર લખવાનો વિચાર કરતો હતો ત્યાં તો એમના અવસાનના સમાચાર આવ્યા.
જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ તરીકે શ્રી નાહટાજીની વરણી થઈ તે અંગે મેં તેમને પત્ર લખ્યો હતો. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પોતે અઠવાડિયા પહેલાં સપરિવાર બીકાનેરથી નીકળશે અને રાણકપુર, આબુ, શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા કરીને સોનગઢ પહોંચશે. આમ એમના અંતિમ દિવસો જૈન સાહિત્ય સમારોહના પ્રમુખસ્થાનને લીધે, વિદ્વાનો સાથેના મિલનને લીધે અને પવિત્ર તીર્થોની યાત્રાને લીધે આનંદસભર બની ગયા હતા.
અગરચંદજી નાહટાનો જન્મ બીકાનેરમાં શ્રીમંત નાહટા પરિવારમાં ઈ. સ. ૧૯૧૧ના માર્ચ મહિનાની ૧૯મી તારીખે થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કુટુંબના વેપારને કારણે કિશોરાવસ્થામાં જ નાહટાજીને વેપારમાં લાગી જવું પડ્યું હતું. તેઓ કલકત્તામાં પોતાની પેઢીમાં કામ કરતા થઈ ગયા. પરંતુ ૧૭ વર્ષની ઉંમરે તેઓ બીકાનેરમાં કૃપાચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવંતના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી પૂ. ભદ્રમુનિ(હંપીવાળા પૂજય સહજાનંદ મુનિ)ના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું. તેમની ભાવના તો દીક્ષા અંગીકાર કરીને જૈન મુનિ બનવાની હતી, પરંતુ કુટુંબના આગ્રહને કારણે તેઓ તેમ કરી શક્યા નહિ. તેમનાં લગ્ન થયાં, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ થયો. પરંતુ એમણે સંકલ્પ કર્યો કે વર્ષમાં લગભગ આઠ મહિના જેટલો સમય સ્વાધ્યાય, આરાધના વગેરેમાં આપવો અને બાકીનો સમય વેપારમાં આપવો. આ રીતે દર વર્ષે તેઓ કલકત્તા અને ગોહાટીમાં પોતાની દુકાને જઈ ચારેક મહિનાનો સમય આપી, બીકાનેર આવી જતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org