________________
જોહરીમલજી પારખ
૨ ૨૯ કાતરથી કાપતા એ અંગે પણ તેઓ સાધુના જેવો આચાર રાખતા.
પાંચ-પંદર માઈલ ચાલવું એ એમને મન રમત વાત હતી. સિત્તેરની ઉંમરે તેઓ પહોંચ્યા હતા ત્યારે પણ એકવડા, સુકલકડી શરીરને લીધે તેઓ ઝડપથી ચાલી શકતા. શરીરમાં સંધિવા કે બીજો કોઈ રોગ નહોતો. સમેતશિખરમાં તેઓ અમારી સાથે હતા ત્યારે પર્વતિથિના નિયમને કારણે તેઓ પહાડ ઉપર ગયા નહોતા. છેલ્લે દિવસે અમારી બસ બપોરે એક વાગે ઊપડવાની હતી. એમની ભાવના પહાડ પર જઈ યાત્રા કરવાની હતી. એમણે કહ્યું કે, પોતે બસ ઊપડે તે પહેલાં આવી પહોંચશે. એમને માટે થઈને અમારે ખોટી થવું નહિ. પોતે બસ ચૂકી જશે તો ટ્રેનમાં કલકત્તા આવી પહોંચશે. તેઓ વહેલી સવારે ઊઠીને પહાડ પર ચડ્યા. બધે જ દર્શન કર્યા. ઠેઠ ચંદ્રપ્રભુની ટૂંક સુધી જઈ આવ્યા. સાડાબાર વાગતામાં તો તેઓ નીચે આવી પહોંચ્યા. તેમનો ઉપવાસનો દિવસ હતો. આટલો શ્રમ લેવા છતાં તેમના ચહેરા પર થાક નહોતો. એમની શારીરિક શક્તિ અને દઢ મનોબળ જોઈ અમે મનોમન તેમને વંદન કરી રહ્યા.
રેલવે કે બસમાં પ્રવાસ કરવામાં પોતાને કેવા કેવા અનુભવો થાય છે તે વિશે એમણે કહેલું કે ટ્રેનમાં હું રિઝર્વેશન કરાવીને જતો નથી. બીજા ડબ્બાઓમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઉં છું. ઘણી વાર બેઠક પર જગ્યા ન હોય તો હું નીચે બેસી જાઉં છું. ઘણી વાર પેસેન્જરો મારી સાથે તોછડી ભાષા વાપરે, આવા બેસવાનું કહે. હું વિના સંકોચે તેમ કરું છું. પરંતુ થોડી વાતચીતમાં લોકોને સમજાઈ જાય કે હું કોઈ સુશિક્ષિત માણસ છું, મુફલિસ નથી એટલે લોકો સારી રીતે વર્તવા લાગે છે. કોઈ વાર થેલીમાંથી કોઈ ગ્રંથ વાંચવાનું ચાલુ કરું તો પણ આસપાસના મુસાફરો વિચારમાં પડી જાય. કોઈક જિજ્ઞાસાથી પૂછે તો મારા ધર્મ અને આચાર વિશે કહું, પરંતુ તેમ કહેવામાં ત્યાગ વિશે અભિમાનયુક્ત વચન ન આવી જાય એની ખાસ તકેદારી રાખું છું. કોઈ વાર ટિકિટ-ચેકરો પણ શંકા કરે કે હું ટિકિટ લીધા વિના બેઠો હોઈશ. રુઆબથી ટિકિટ માગે, કોઈક વાર તો પૂછ્યા વગર જ ઊતરી જવાનો હુકમ છોડે. હું ટિકિટ બતાવું એટલે શાન્ત થાય.”
રેલવેના પોતાના અનુભવો વર્ણવતાં એમણે કહેલું કે પોતે પૈસા પાસે રાખે નહિ અને કોઈ વાર રેલવેનું ભાડું વધી ગયું હોય અને પોતાની પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org