________________
૮૨
વંદનીય હૃદયસ્પર્શ સ્વાતિના જન્મ પછી ઉમાશંકરે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારેલું તેની વાત પણ જ્યોસ્નાબહેને કરેલી. પોતાનાં આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન હતાં તે સામે એમનાં સગાંસંબંધીઓનો કેટલો વિરોધ હતો અને પોતાને કેટલું સહન કરવું પડેલું તેની વાત પણ કરી હતી.
“સખી મેં કલ્પી'તી' કાવ્યના રચયિતા અને “મનુજ મુજ શી” તથા “મધુરતર હૈયાંની રચના” કહેનાર કવિ ઉમાશંકર અને સ્નાબહેનનું દામ્પત્યજીવન અત્યંત સ્નેહપૂર્ણ અને પ્રસન્ન હતું. ઉમાશંકર જ્યોસ્નાબહેનની સંભાળ બહુ રાખતા. ઉમાશંકરના પ્રેમ અને પ્રત્યુત્પન્નમતિનાં ઉદાહરણ તરીકે યોસ્નાબહેને કહેલો એક પ્રસંગ યાદ આવે છે. તેઓ બંનેને ખાદી, કે સ્વદેશી વસ્ત્રો પહેરવાનો નિયમ હતો. બંનેએ સાદાઈથી જીવન જીવવાનું નક્કી કરેલું. વળી જ્યોસ્નાબહેને મનથી એવો નિયમ રાખેલો કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીની સાડી ખરીદવી. એક વખત
જ્યોન્નાબહેનને એક સાડી બહુ ગમેલી અને લેવાનું નક્કી કર્યું, પરંતુ એની કિંમત પૂછતાં સાડત્રીસ રૂપિયા છે એમ જાણ્યું એટલે પોતે તે લેવાનું માંડી વાળ્યું. સાડી બહુ સરસ છે અને ગમી ગઈ છે એટલે ઉમાશંકરે તે લેવાનો આગ્રહ કર્યો, પણ જ્યોત્નાબહેને ના પાડી. ઉમાશંકરે કારણ પૂછયું, એટલે જ્યોન્નાબહેને કહ્યું કે વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધીનો નિયમ છે અને આ સાડીની કિંમત સાડત્રીસ રૂપિયા છે, માટે તે લેવી નથી. ઉમાશંકર જ્યોત્નાબહેનની મૂંઝવણ સમજી ગયા. પરંતુ સાડી અપાવવાની એમની ઇચ્છા પ્રબળ હતી. વળી જ્યોત્નાબહેનની આ કોઈ અફર પ્રતિજ્ઞા નહોતી. સાદાઈથી ઘર ચલાવવા માટે ધારણ કરેલો સામાન્ય નિયમ હતો. એટલે ઉમાશંકરે વચલો માર્ગ કાઢી જયોસ્નાબહેનને સમજાવતાં કહ્યું કે “તમારા નિયમ પ્રમાણે આ સાડી લઈ શકાય એમ છે. વધુમાં વધુ ત્રીસ રૂપિયા સુધી એટલે કે ત્રીસ શબ્દની સાથે જે વધુમાં વધુ રકમ આવે ત્યાં સુધી લઈ શકાય. ૩૧થી ૩૮ સુધીની રકમોમાં ત્રીસ શબ્દ આવે છે એટલે સાડત્રીસ જ નહિ, આડત્રીસ રૂપિયા સુધી લઈ શકાય. ઓગણીચાલીસની સાડી ન લેવાય.” આમ અનુકૂળ અર્થ કરી અને વિશેષ તો પ્રેમપૂર્વક ખૂબ આગ્રહ કરી ઉમાશંકરે જયોસ્નાબહેનને એ સાડી અપાવેલી.
૧૯૫૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં મારે ગુજરાતીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org