________________
વંદનીય હૃદયસ્પર્શ ત્યારે મુનિ જિનવિજયજી ત્યાં આવીને રહ્યા હતા. પંડિતજીએ મને કહ્યું,
મુનિજીને કૅન્સર થયું છે. ડૉકટર કહે છે કે હવે એ મહિનાથી વધુ નહિ કાઢે. બહાર સૂતા છે. તમે મળો ત્યારે કેન્સરની વાત કરતા નહિ.” હું મુનિજી પાસે ગયો. મુનિજી પ્રસન્ન હતા. ગુજરાત વિદ્યાપીઠનાં કેટલાંક સંસ્મરણો મને કહ્યાં. સાથે સાથે કહ્યું, “બસ, હવે તૈયારી થઈ ગઈ છે. થોડા દિવસનો જ મહેમાન છું. મૃત્યુદેવના આગમનની ઉત્સુકતાપૂર્વક રાહ જોઉં છું.” મૃત્યુની વાતે કદાચ મુનિજી અસ્વસ્થ બને એવી ભીતિ હતી, પરંતુ મૃત્યુની વાત એમણે પોતે જ કાઢી અને પ્રસન્નતાપૂર્વક તેની તૈયારી દર્શાવી. મુનિ જિનવિજયજી જતાં પંડિતજીને એક નિકટના સાથી અને આધારસ્થંભ ગુમાવ્યા જેવું લાગ્યું હતું.
પંડિતજીનું સ્મરણ થતાં ચિત્તપટ પર અનેક સ્મરણો તરવરી રહે છે. ‘દર્શન અને ચિંતન”, “તત્ત્વાર્થ સૂત્ર”, “સન્મતિતર્ક વગેરે એમના ગ્રંથોનું વાંચન-મનન કરીએ છીએ ત્યારે એમની દાર્શનિક પ્રતિભાની ઝાંખી થાય છે. વિપરીત સંજોગોમાં એમણે કરેલી જીવનસાધના કેવી અનન્ય હતી તેની પ્રતીતિ થાય છે. મહાન વિભૂતિઓ પોતાની ભૌતિક મર્યાદાઓને આત્મબળથી દૂર કરી જીવનને કેવું સરસ અને સાર્થક કરી શકે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org