________________
પંડિત હીરાલાલ દુગ્ગડ
૧૬૯ ન્યાયમનીષી'ની પદવી આપીને એમનું મોટું સન્માન કરવામાં આવ્યું હતું.
પં. હીરાલાલ પ્રત્યે શ્વેતામ્બર તથા દિગમ્બર એમ બંને પરંપરાના સમાજને ઘણો આદર હતો અને તેથી જ કેટલીક વાર જ્યાં સાધુ-સાધ્વીનો યોગ ન હોય ત્યાં પર્યુષણ પર્વ દરમિયાન વ્યાખ્યાનો આપવા માટે જેમ એમને શ્વેતામ્બરો તરફથી નિયંત્રણો મળતાં તેમ દિગમ્બરો તરફથી પણ દસ લક્ષણી પર્વ પ્રસંગે વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણો મળતાં.
કેટલાંક વર્ષ પહેલાં કેટલાક અજૈન વિદ્વાનોએ ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હતો એવો આક્ષેપ કર્યો હતો ત્યારે પં. હીરાલાલે એ આક્ષેપનો એવો તો સચોટ રદિયો વેદપુરાણો, ઉપનિષદો તથા આગમો અને આયુર્વેદના ગ્રંથોનો આધાર લઈને આપ્યો હતો કે એ વિશે કોઈના પણ મનમાં શંકા રહે નહિ. એમના આ ગ્રંથથી જ પ્રભાવિત થઈને ઉત્તર ભારતની આત્માનંદ જૈન મહાસભાએ ઈ. સ. ૧૯૬૫માં હસ્તિનાપુરમાં અક્ષયતૃતીયાના દિવસે બહુ મોટો સમારંભ યોજીને એમનું પુરસ્કાર સહિત ભવ્ય સન્માન કર્યું હતું.
ઈ. સ. ૧૯૬૬માં પં. હીરાલાલનાં ધર્મપત્ની કલાવતી રાણીનો સ્વર્ગવાસ થયો. વિધુર થયેલા પં, હીરાલાલે ત્યાર પછી આચાર્ય ભગવંત પૂ. વિજયસમુદ્રસૂરિ પાસે જઈને આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું હતું. તદુપરાંત તેઓ નિયમિત પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, અભક્ષ્યત્યાગ, રાત્રિભોજનત્યાગ વગેરેના નિયમો સ્વીકારીને એક સાધુ જેવું જીવન જીવવા લાગ્યા હતા.
ઈ. સ. ૧૯૭૬માં હિમાચલ પ્રદેશમાં કાંગડાતીર્થમાં જૈન દર્શન માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરના મુખ્ય સૂત્રધાર તરીકે પં. હીરાલાલને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. એ વખતે એમણે વિદ્યાર્થીઓને પોતાની વકતત્વશક્તિ અને તર્કશક્તિથી આશ્ચર્યચકિત કર્યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ પ્રકારની શંકાઓનું સમાધાન સરસ રીતે કરાવ્યું હતું. જૈન દર્શન ઉપરાંત અન્ય દર્શનોના એમના જ્ઞાનથી પણ વિદ્યાર્થીઓ બહુ જ પ્રભાવિત થયા હતા.
પંડિત હીરાલાલ દુગ્ગડના ચાલીસેક જેટલા ગ્રંથો પ્રકાશિત થયા છે. એમાંના કેટલાક પોતાના મૌલિક સંશોધનના પ્રકાર છે, કેટલાક સંપાદનના પ્રકારના છે, કેટલાક અનુવાદના પ્રકારના છે. “નિર્ચન્થ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org