________________
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
૧૩૩ એકાદ મિનિટ તેઓ શાંત રહ્યા. પછી કહ્યું, “જોકે આ વાત મારાથી તમને કહેવાય નહિ, પણ હવે તમને કહેવામાં વાંધો નથી. પરંતુ આ વાત બીજે કરશો નહિ. તમારું એમ.એ.નું ભાષાવિજ્ઞાનનું પેપર મેં તપાસ્યું છે. તમારું પેપર તપાસતાં ખરેખર મેં બહુ જ આનંદ અનુભવ્યો છે. મારી જિંદગીમાં મેં કોઈને આટલા માર્કસ આપ્યા નથી. આખા પેપરમાં એકેએક પ્રશ્નોના ઉત્તર તદ્દન સાચા, મુદ્દાસર અને પૂરા સંતોષકારક હતા. આખા પેપરમાં જોડણીની એક પણ ભૂલ નહોતી કે કોઈ ઠેકાણે છેકછાક પણ નહોતી. લાલ લીટો કરવો પડે એવું એક પણ સ્થળ પેપરમાં મને જોવા મળ્યું નહિ. એટલે માર્ક્સ ક્યાં કાપવા તેની મૂંઝવણ થતી હતી. પૂરા સો માર્કસ તો અપાય નહિ, કારણ કે કોઈએ હજુ સુધી આપ્યા નથી. એટલે દરેક સવાલનો એક એક માર્ક ઓછો કરીને મેં તમને ૯૪ માર્ક્સ આપ્યા છે. યુનિવર્સિટીમાં આટલા માર્ક્સ હજુ સુધી કોઈને અપાયા નથી.”
વિષ્ણુપ્રસાદ જેવા વડીલ સાહિત્યકાર અને પરીક્ષકને હાથે આવું પ્રમાણપત્ર મળ્યું તેથી મારા જીવનની એક ધન્યતા મેં અનુભવી હતી.
ઈ. સ. ૧૯૫૨માં સૂરતની એમ. ટી. બી. કૉલેજ તરફથી ગુજરાતી વિષયના અધ્યાપકોના સંઘનું સંમેલન યોજવા માટે નિમંત્રણ મળ્યું હતું. મુંબઈની ઝેવિયર્સ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એ મારું પહેલું સંમેલન હતું. એ સંમેલનમાં અધ્યાપનના પ્રશ્નોની ઘણી માર્મિક છણાવટો થઈ હતી. અધ્યાપક સંઘની શરૂઆતમાં એ વર્ષો ઘણાં સક્રિય હતાં. ઠરાવો થતા અને તેનો અમલ થતો. પરંતુ સૂરતના એ સંમેલનમાં એક વિષયની બાબતમાં અધ્યાપકોમાં બે પક્ષ પડી ગયા હતા. એ દિવસોમાં મુંબઈમાં જન્મભૂમિ'માં અને અમદાવાદમાં “સંદેશ”માં શબ્દરચના હરીફાઈ બહુ મોટા પાયા પર ચાલવા લાગી હતી. એ જમાનાની અપેક્ષાએ મોટાં મોટા જંગી ઈનામો જાહેર થતાં હતાં અને રોજ આખા પાનાંની જાહેરખબરો હરીફાઈ માટે આવતી. ગામેગામ લોકો શબ્દરચના હરીફાઈમાં લાગી ગયા હતા. એ શબ્દરચના હરીફાઈમાં નિર્ણાયક તરીકે મોટા મોટા વિદ્વાનોને સારો પુરસ્કાર આપવામાં આવતો, કારણ કે છાપાંઓને પણ હરીફાઈ દ્વારા ધૂમ કમાણી થતી. એ વખતે કેટલાક વડીલ અધ્યાપકો પણ શબ્દરચના હરીફાઈમાં નિર્ણાયક તરીકે જોડાવા લાગ્યા હતા. અને હરીફાઈવાળાં છાપાંઓ તેમના નામને મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org