________________
મનસુખલાલ તારાચંદ મહેતા માટે મોકલાવી અને આખો દિવસ રાખવા માટે કહ્યું. એથી થોડા જ કલાકમાં અમે અમદાવાદમાં પ. પૂ. શ્રી સુબોધસાગરસૂરિજી, પ. પૂ. શ્રી પદ્મસાગરજી મહારાજ, ૫. પૂ. શ્રી ચંદ્રોદયસૂરિજી, પ. પૂ. શ્રી વિજય ધુરંધરસૂરિજી, પંડિત સુખલાલજી, પંડિત દલસુખભાઈ માલવણિયા, ભાવનગરવાળા શ્રી ગુલાબચંદભાઈ (જે તે સમયે અમદાવાદ આવ્યા હતા) વગેરે ઘણાંને થોડા કલાકમાં જ મળી શક્યા.
છેલ્લા કેટલાક સમયથી તેમને એમ લાગતું હતું કે પોતાનો જીવનકાળ હવે પૂરો થવા આવ્યો છે. અમે ત્રણેક વર્ષ પહેલાં નવસારી પ. પૂ. શ્રી સુબોધસાગરસૂરિજીને મળવા ગયા હતા અને ત્યાંથી ધામણ શ્રીમદ્ રાજચંદ્રજીના આશ્રમમાં ગયા હતા. ત્યાં તેમણે એક મુનિ મહારાજ પાસે કેટલીક બાધાઓ જાવજીવની માગી અને કહ્યું કે, મને જાવજીવની બાધા આપો, કારણ કે હવે મારે ક્યાં બહુ વરસ જીવવું છે ! અમદાવાદમાં પરમ પૂ. શ્રી પાસાગરજી મહારાજ પાસે અમે ગયા હતા, ત્યારે તેમણે હાથ જોડીને કેટલીક બાધા માટે મહારાજજીને કહ્યું, “મને જાવજીવની બાધા આપો.” મહારાજજીએ કહ્યું, “હું એક વરસથી વધારે બાધા કોઈને આપતો નથી. વરસ પછી તમે ફરીથી બાધા લેજો.” મનસુખલાલભાઈએ કહ્યું, “હું એક વરસ પણ જીવીશ કે કેમ તે કોને ખબર છે? માટે મને જાવજીવની બાધા આપો.” છેવટે મહારાજજીએ એમને એ પ્રમાણે બાધા આપી.
મહેસાણામાં પ. પૂ. પદ્મસાગરજી મહારાજની આચાર્યની પદવીનો પ્રસંગ હતો. અમે બધાંએ સાથે મહેસાણા જવાનું નક્કી કર્યું હતું. અમારી ટિકિટો આવી ગઈ હતી. કાર્યક્રમ બધો ગોઠવાઈ ગયો હતો, પરંતુ ચારેક દિવસ પહેલાં મનસુખભાઈનો ફોન આવ્યો કે “મારી ટિકિટ કેન્સલ કરાવજો. મારી તબિયત સારી રહેતી નથી અને કોણ જાણે કેમ મારું મન ના પાડે છે.” તેઓ મહેસાણા આવી શક્યા નહિ અને ત્યાર પછી થોડા દિવસમાં જે તેમણે દેહ છોડ્યો.
શ્રી મનસુખલાલભાઈના અવસાનથી જૈન સમાજે એક સંનિષ્ઠ સાહિત્યકાર અને સૌજન્યમૂર્તિ સેવક ગુમાવ્યા છે. તેમણે શ્રીમંતાઈ ભોગવી હતી, પરંતુ તેમના હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવો જ રમતા. તેઓ ગહન તત્ત્વચિંતનમાં રસ લેતા. “બ્રહ્મચર્ય અને “અપરિગ્રહ’ વિશેના તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org